વારાણસી: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી ૧૮ સપ્ટેમ્બર સુધી ટાળી દેવાઈ.

વારાણસી: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી ૧૮ સપ્ટેમ્બર સુધી ટાળી દેવાઈ.

09/11/2020 National

SidhiKhabar

SidhiKhabar

વારાણસી: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી ૧૮ સપ્ટેમ્બર સુધી ટાળી દેવાઈ.

વારાણસી: વારાણસીના સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર કરવામાં આવેલી અરજી ઉપર શુક્રવારે જિલ્લા અદાલત દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે આ કેસની આગલી સુનાવણી ૧૮ સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે.

જ્ઞાનવાપી મસ્જિદના પક્ષકારોએ અદાલતમાં અપીલ કરી હતી કે આ કેસને લખનઉ વકફ ટ્રીબ્યુનલમાં સ્થળાંતરિત કરવામાં આવે. પક્ષકારોએ માંગ કરી હતી કે આ કેસ સિવિલ જજ સીનીયર ડિવીઝન ફાસ્ટ ટ્રેક કોર્ટથી સ્થળાંતરિત કરવામાં આવે. જેને ઉપલી અદાલતે રદ કરી દીધી હતી. મસ્જિદના પક્ષકારોએ ફાસ્ટ ટ્રેક કોર્ટના આદેશને જિલ્લા અદાલતમાં પડકાર્યો હતો.

ફાસ્ટ ટ્રેક કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ કરવામાં આવેલ અરજી વિરુદ્ધ શુક્રવારે જિલ્લા અદાલતમાં સુનાવણી કરવામાં આવી હતી. હવે આગલી સુનાવણી ૧૮ સપ્ટેમ્બરના રોજ થશે.

નોંધવું મહત્વનું છે કે તાજેતરમાં જ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં જ જ્ઞાનવાપી મસ્જિદ નજીક કશી વિશ્વનાથ મંદિરના કોરિડોરના નિર્માણ માટે કરવામાં આવતા ખોદકામ દરમિયાન પુરાતન મંદિરોના અવશેષો મળ્યા હતા. આ અવશેષોની તપાસ માટે પુરાતત્વ વિભાગની મદદ લેવામાં આવી રહી છે.

આ અવશેષો ૧૬ મી શતાબ્દીના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અવશેષો જ્યાંથી મળ્યા છે ત્યાંથી મસ્જિદ લગભગ ૧૦-૧૫ મીટર જેટલી જ દૂર છે. આ અવશેષો મળ્યા બાદ આખા પરિસરનું પુરાતત્વીય સર્વેક્ષણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી સ્વામી જીતેન્દ્રાનંદજીએ કહ્યું હતું કે સંત સમિતિ શરૂઆતથી જ માંગણી કરતી આવી છે કે ભારતીય પુરાતત્વીય વિભાગ હેઠળ આ સ્થાન નું ખોદકામ કરવામાં આવે. અને ખોદકામ દરમિયાન મળતા અવશેષોના આધાર પર કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં નિર્ણય લેવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top