Operation Sindoor: ‘અમારી પાસે માત્ર 30-45 સેકન્ડ હતી..’, બ્રાહ્મોસથી પાકિસ્તાનમાં કેમ મચ્યો હત

Operation Sindoor: ‘અમારી પાસે માત્ર 30-45 સેકન્ડ હતી..’, બ્રાહ્મોસથી પાકિસ્તાનમાં કેમ મચ્યો હતો હાહાકાર; PM શાહબાજના સલાહકારનો ખુલાસો

07/04/2025 World

SidhiKhabar

SidhiKhabar

Operation Sindoor: ‘અમારી પાસે માત્ર 30-45 સેકન્ડ હતી..’, બ્રાહ્મોસથી પાકિસ્તાનમાં કેમ મચ્યો હત

Pak PMs Aide On Indias BrahMos Attack: લશ્કરી કાર્યવાહી ઓપરેશન સિંદૂર’ દરમિયાન, ભારતે પાકિસ્તાન પર 'બ્રહ્મોસ' મિસાઇલો છોડી હતી. ભારતે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝને ધ્વસ્ત કરી દીધું. અંતે પાકિસ્તાને પણ સ્વીકાર્યું કે ભારતની બ્રહ્મોસ મિસાઇલોએ  તેના એરબેઝ પર હુમલો કર્યો હતો.


'પરમાણુ યુદ્ધ છેડાયું હોત'

'પરમાણુ યુદ્ધ છેડાયું હોત'

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ખુલાસો કર્યો કે જ્યારે ભારતે બ્રહ્મોસ મિસાઇલ ચલાવી ત્યારે પાકિસ્તાનની અંદરનો માહોલ કેવો હતો. રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે જ્યારે આ મિસાઇલ એરબેઝ પર પડી, ત્યારે પાકિસ્તાન સરકાર પાસે નક્કી કરવા માટે માત્ર 30-45 સેકન્ડનો સમય હતો કે તે પરમાણુ હુમલાનો સંકેત છે કે નહીં.

રાણા સનાઉલ્લાહે પાકિસ્તાની પત્રકાર હામિદ મીર સાથે વાત કરતા કહ્યું કે ભારતે બ્રહ્મોસ મિસાઇલથી હુમલો કર્યો અને મિસાઇલ નૂર ખાન એરબેઝ પર પડી. તે સમયે પાકિસ્તાનના નેતૃત્વ પાસે માત્ર 30-45 સેકન્ડનો સમય હતો કે તેની માહિતી મેળવવા આ જે બ્રહ્મોસ મિસાઇલ આવી રહી છે, તેમાં પરમાણુ બોમ્બ છે કે નહીં.

સનાઉલ્લાહે વધુમાં કહ્યું કે હું એમ નથી કહેતો કે પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરીને તેમણે સારું કર્યું, પરંતુ આ હુમલાને પાકિસ્તાનના લોકો પરમાણુ હુમલો માની શકતા હતા, જેનાથી વૈશ્વિક પરમાણુ યુદ્ધ છેડાઈ શકતું હતું.’


ભારતે પાકિસ્તાનના ઘણા સૈન્ય ઠેકાણા તબાહ કર્યા

ભારતે પાકિસ્તાનના ઘણા સૈન્ય ઠેકાણા તબાહ કર્યા

ભારતે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન અનેક પાકિસ્તાની હવાઈ મથકો પર હુમલો કર્યો, જેમાં રનવે, હેંગર અને ઇમારતોને નુકસાન થયું. સેટેલાઇટ તસવીરોથી જાણકારી મળે છે કે સરગોધા, નૂર ખાન (ચકલાલા), ભોલારી, જેકોબાબાદ, સુક્કુર અને રહીમ યાર ખાનમાં ભારે નુકસાન થયું છે. નૂર ખાન રાવલપિંડીના ચકલાલામાં પાકિસ્તાન વાયુસેના (PAF)નું એક મુખ્ય એરબેઝ છે.

આ પહેલી વાર નહોતું જ્યારે ભારતે નૂર ખાન પર હુમલો કર્યો હતો. 1971ના યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેના (IAF)ના 20 સ્ક્વોડ્રને તેના હોકર હન્ટર્સથી એરબેઝને નિશાન બનાવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top