મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે, વિકી સાથે લગ્ન કર્યા પહેલા કેટરીનાએ મૂકી હતી આ શરત

મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે, વિકી સાથે લગ્ન કર્યા પહેલા કેટરીનાએ મૂકી હતી આ શરત

12/15/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે, વિકી સાથે લગ્ન કર્યા પહેલા કેટરીનાએ મૂકી હતી આ શરત

ગ્લેમર ડેસ્ક: થોડા દિવસ પહેલા જ એટલે કે, 9 ડિસેમ્બરના રોજ પ્રખ્યાત અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફ રાજસ્થાનમાં આવેલ સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્નના બંધને બંધાયા હતા. લગ્ન બાદ બંનેએ સોશિયલ મીડિયા પર અનેકવિધ ફંક્શનની તસવીરો શૅર કરી હતી. લગ્ન બાદ બંને તરત જ માલદિવ્સ હનિમૂન માટે ગયા હતાં. જ્યાંથી બંને 14 ડિસેમ્બરે મુંબઈ પરત આવ્યાં હતાં તેમજ હવે લગ્નને લઈ એક નવી જ વાત સામે આવી છે.

વિકીને કેટરીના ખુબ ગમી ગઈ હતી

કેટરીના કૈફના નિકટના મિત્રો અનુસાર, બંનેની મુલાકાત, રોમાન્સ, ડેટિંગ- આ બધું જ અચાનક થયું હતું. કેટરિના સાથેના સબંધોના 2 મહિના પછી જ વિકી તેની સાથે આખું જીવન પસાર કરવાના સપનાં જોવા લાગ્યો હતો. જોકે, અહેવાલો જણાવે છે કે પોતાના બ્રેકઅપના કારણે  કેટરીના લગ્ન માટે સંપૂર્ણપણે તૈયાર ન હતી.

કેટરીનાએ મૂકી હતી આ શરત

જ્યાં સુધી કેટરીના માની નહીં ત્યાં સુધી વિકી તેને મનાવતો રહ્યો હતો. જોકે, અભિનેત્રીએ લગ્ન માટે એક શરત રાખી હતી. કેટરીનાએ વિકીને જણાવ્યું હતું કે, તેણે તેની માતા, બહેનો અને પૂરા પરિવારને એટલો જ પ્રેમ કરવો પડશે જેટલો તે તેને કરે છે.

વિકીએ કેટરીનાની શરત માની લીધી હતી. કેટરીનાની મમ્મી, બહેનો અને ભાઈ સાથે વિકી કૌશલના સબંધો ખૂબ સારા છે. તેમની વચ્ચે ખુબ સારી એવી મિત્રતા પણ થઈ ગઈ છે. જોકે, વિકી ફક્ત ઈઝાબેલને જ લગ્ન પહેલા મળ્યો હતો, બાકીની બહેનો તેમજ ભાઈને લગ્ન વખતે મળ્યો હતો. 

વિકી-કેટ લગ્ન કર્યા પછી સૌપ્રથમવાર એકસાથે જોવા મળ્યા:

વિકી-કેટ લગ્ન કર્યા પછી સૌપ્રથમવાર એકસાથે જોવા મળ્યા:

વિકી અને કેટરીના મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કેટરીનાના હાથમાં લગ્નચૂડો, સેથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર જોવા મળ્યું હતું. કેટરીનાએ ગુલાબી ડ્રેસ પહેર્યો હતો, જ્યારે વિકી કૌશલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. કેટરીના અને વિકીએ એકબીજાનો હાથ પકડીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. 15 ડિસેમ્બરથી કેટરીના કૈફ 'ટાઇગર 3'નું અને 20 ડિસેમ્બરથી વિકી પણ શૂટિંગ શરૂ કરશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top