Ahmedabad Plane Crash: 4 મહિના અગાઉ ડોલી ઉઠી અને હવે ઉઠશે અર્થી
અમદાવામાં ગુરુવારે મોટો અકસ્માત થઈ ગયો. સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જતા વિમાન ઉડતાની સાથે જ ક્રેશ થઇ ગયું. આ અકસ્માતમાં અત્યાર સુધી 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોની હાલત એવી થઈ ગઈ હતી કે તેમના પરિવારજનોનું DNA ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે, જેથી મૃતકોની ઓળખ થઈ શકે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તો ગઇકાલે જ ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા હતા. આ દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થઈ ગયું છે. એવા ઘણા પરિવાર છે, જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે. આ પ્લેન ક્રેશના રાજસ્થાનના બાલોતરા જિલ્લાની રહેવાસી ખુશ્બૂ રાજપુરોહિતનું પણ મોત થઈ ગયું.
ખુશ્બૂના લગ્ન 4 મહિના અગાઉ જ થયા હતા. તે પતિ પાસે લંડન જઇ રહી હતી, પરંતુ તેને શું ખબર હતી કે પહેલી ફ્લાઇટ જ તેની જીંદગીની અંતિમ ઉડાણ સાબિત થશે. મળતી માહિતી મુજબ, બાલોત્રા જિલ્લાના અરબા ગામમાં મોટી થયેલી ખુશ્બૂ રાજપુરોહિતના લગ્ન 4 મહિના અગાઉ જોધપુરના ખરબેરાના રહેવાસી વિપુલ સાથે ખૂબ જ ધામધૂમથી થયા હતા. ખુશ્બૂનો પતિ વિપુલ રાજપુરોહિત લંડનની એક સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ વિપુલ લંડન જતો રહ્યો હતો. હવે ખુશ્બૂ રાજપુરોહિત તેના પતિને મળવા લંડન જઈ રહી હતી. આ દરમિયાન અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ અને તેમાં ખુશ્બૂએ પોતાનો જીવ ગુમાવ્યો.
આ દરમિયાન, ખુશ્બૂનો એરપોર્ટ પર પ્રવેશતી વખતનો એક વીડિયો સામે આવ્યો છે. આ ઉપરાંત, 4 મહિના અગાઉ લગ્ન સમારોહના વીડિયો પણ સામે આવ્યા છે. આ વીડિયો જોઈને પરિવારના સભ્યોના આંસુ બંધ થઈ રહ્યા નથી. આખા ગામનું માહોલ શોકમય છે. આ ઘટના બાદ દરેક વ્યક્તિ આઘાતમાં છે. અરબા ગામથી લઈને ખારબેરા સુધી શોકનો માહોલ છે. દરેક વ્યક્તિ ખુશ્બુને શ્રદ્ધાંજલિ આપી રહી છે. આ દરમિયાન, ખુશ્બૂના લગ્નના વિદાય સમારંભના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ અકસ્માતમાં ખુશ્બૂના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ માહિતી બહાર આવી છે કે વિમાન દુર્ઘટનામાં એક વ્યક્તિ સિવાય બધા લોકોના મોત થયા છે. તો, પરિવારના સભ્યો હજુ પણ પોઝિટિવ છે. તેમનું કહેવું છે કે તેમની પુત્રી ઘરે આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp