રાત્રી દરમ્યાન થયેલ પ્રચંડ હુમલાથી કીવ ખેદાન મેદાન : યુક્રેને ડ્રોન વિમાનો દ્વારા વળતા હુમલા કર

રાત્રી દરમ્યાન થયેલ પ્રચંડ હુમલાથી કીવ ખેદાન મેદાન : યુક્રેને ડ્રોન વિમાનો દ્વારા વળતા હુમલા કર્યા

08/31/2023 World

SidhiKhabar

SidhiKhabar

રાત્રી દરમ્યાન થયેલ પ્રચંડ હુમલાથી કીવ ખેદાન મેદાન : યુક્રેને ડ્રોન વિમાનો દ્વારા વળતા હુમલા કર

યુક્રેન, મોસ્કો : કીવને વિશેષતઃ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને ખતમ કરવા પુતિને જાણે કે શપથ લીધી છે. ગઇકાલે રશિયાએ કીવ ઉપર પ્રચંડ મિસાઇલ એટેક કર્યા હતા. પરિણામે કીવમાં અનેક મકાનો તૂટી પડયાં હતાં તેથી ઓછામાં ઓછી બે વ્યકિતઓ મારી ગઈ હતી અને ઘણાને ઇજાઓ થઈ હતી.

આમ છતાં યુક્રેન નમતું જોખવા તૈયાર નથી તેણે વળતા હુમલા શરૂ કરી દીધા છે. તો બીજી તરફ રશિયા તરફથી આવતાં ૨૦ મિસાઈલ તોડી પાડયા હતા. તેટલું જ નહીં પરંતુ રશિયાના ઉત્તર પશ્ચિમ ભાગે આવેલા વિમાન મથકે રહેલા મીલીટરી- ટ્રાન્સપોર્ટ પ્લેનને તોડી પાડયા હતાં.


બીજી તરફ રશિયાએ પણ પૂર જોશથી હુમલા દ્વારા દક્ષિણ પશ્ચિમે આવેલા યોકેટસા બંદરને ભારે નુકસાન પહોંચાડયું હતું. તેમ તે વિસ્તારના ગવર્નર ઓલે કીપેરે જણાવ્યું હતું. જયારે રશિયાના પોસ્કોવ પ્રદેશમાં રહેતાં રશિયાનાં ઇલ્યુશિયન-૭૬ પ્રકારનાં ૪ મીલીટરી ટ્રાન્સપોર્ટ એર ક્રાફટસને ડ્રોન વિમાનો દ્વારા ક્ષતિગ્રસ્ત કરાયા હતાં, તેમ રશિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સી તાસ જણાવે છે. આ ઉપરાંત રશિયામાં ઉત્તર પશ્ચિમે રહેલા વિમાનઘરો ઉપરથી તમામ ફલાઇટનું ચઢાણ ઉતરાણ કે આવન-જાવન બુધવારે બંધ કરવામાં આવ્યું છે. આ મોસ્કોવ વિસ્તાર નાટોના સભ્ય તેવા ઇસ્ટોનિયા અને લેટવિયાને સ્પર્શીને આવેલો છે તે યુક્રેનથી તો ૮૦૦ કિ.મી. દૂર છે.


યુક્રેને રશિયા ઉપર વળતા પ્રહારો શરૂ કરતાં તેનાં દળોએ રશિયાના દક્ષિણ પૂર્વના વિસ્તારોની કિલ્લેબંધીઓ તોડી નાખી છે. અને તે ફોર્ટી-ફીકેશનમાં પડેલો ગેપ વધારવા પ્રયત્નો કરતું હતું ત્યાં રશિયાનો સામો હુમલો શરૂ થયો. ડોનબાસ વિસ્તારથી નીપર નદીના મુખ્ય પ્રદેશ સુધીના વિશાળ વિસ્તારમાં ચાલી રહેલા રશિયાના હુમલાથી યુક્રેનનાં સૈન્યની આગેકૂચ અટકી ગઈ છે. તે રક્ષણાત્મક સ્થિતિમાં મુકાઈ ગયું છે. આમ ધીમે ધીમે આ યુદ્ધ યુક્રેનને છોલી રહ્યું છે. આથી યુક્રેનના સાથી તેવા પશ્ચિમના દેશો પણ મુંઝાઈ રહ્યા છે. બીજી તરફ પુતિનનો હાથ ઉપર આવતો જાય છે. આ યુદ્ધે યુક્રેનને વધુ થકવી દીધું છે, તેમ લાગે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top