કુલદીપ-રિંકુના થપ્પડ કાંડ પર હોબાળો, હવે ફ્રેન્ચાઇઝીએ વીડિયો શેર કરીને આપવી પડી સફાઈ
IPL 2025ની 48મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાએ દિલ્હીની ટીમને 14 રને હરાવી હતી. આ મેચ પછી એક એવી ઘટના બની, જેણે હરભજન-શ્રીસંતના થપ્પ કાંડની યાદ તાજી કરી દીધી. વાસ્તવમાં કોલકાતા અને દિલ્હી વચ્ચેની મેચ પૂરી થયા બાદ દિલ્હી કેપિટલ્સના સ્પિન બૉલર કુલદીપ યાદવે કોલકાતા નાઈટ રાઇડર્સના બેટ્સમેન રિંકુ સિંહને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના એ સમયે બની, જ્યારે બંને ટીમોના ખેલાડીઓ મેચ સમાપ્ત થયા બાદ એક-બીજા સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન કુલદીપ યાદવે રિંકુને એક પછી એક 2 થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મેચ પૂરી થયા પછી, જ્યારે બંને ટીમોના ખેલાડીઓ મેદાનમાં એક-બીજા સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે કુલદીપ અચાનક રિંકુને થપ્પડ મારી દે છે. થપ્પડ માર્યા પછી રિંકુ થોડો આશ્ચર્યચકિત થાય છે. ત્યારબાદ રિંકુ કંઈક કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ કુલદીપ તેને ફરીથી થપ્પડ મારી દે છે. બીજી થપ્પડ પછી, રિંકુના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાતો હતો. આ ઘટનાએ વેગ પકડ્યા બાદ, રિંકુની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે હવે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં કુલદીપ અને રિંકુ વચ્ચેની ગાઢ મિત્રતાને બતાવવામાં આવી છે. KKRએ વીડિયોના કેપ્શનમાં લખ્યું: ‘મીડિયા સેન્સેશન વર્સિસ દોસ્તીની વાસ્તવિકતા! અમારા પ્રતિભાશાળી UPના છોકરા.’
video here -pic.twitter.com/wERbeZ6AVV — Bindaas Banter (@BanterBindaas) April 29, 2025
video here -pic.twitter.com/wERbeZ6AVV
KKR દ્વારા શેર કરાયેલા વીડિયોની શરૂઆતમાં, રિંકુ અને કુલદીપ પોતાના હાથથી કોરિયન હાર્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પછી કંઈ ન સમજાયું તો તેઓ પ્રેમનું પ્રતિક બનાવતા જોવા મળે છે. ત્યારબાદ, વીડિયોમાં બંનેના એકસાથે મસ્તી-મજાક વાળી તસવીરો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં, ફિલ્મ શોલેનું ગીત- ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે..’ પણ વાગી રહ્યુ છે. આ વીડિયો દ્વારા, KKRએ કહેવાનો પ્રયાસ કર્યો છે કે સોશિયલ મીડિયા પર જેવું દેખાય છે તેવું કંઈ નથી. રિંકુ અને કુલદીપ બંને ગાઢ મિત્રો છે અને તેમની વચ્ચે હંમેશાં મજાક-મસ્તી થતી રહે છે.
Media (𝘴𝘢𝘯𝘴𝘢𝘯𝘪) vs (𝘥𝘰𝘴𝘵𝘰𝘯 𝘬𝘦 𝘣𝘦𝘦𝘤𝘩 𝘬𝘢) Reality!𝘎𝘦𝘩𝘳𝘪 𝘥𝘰𝘴𝘵𝘪 feat. our talented UP boys 😂 pic.twitter.com/2fY749CSXf — KolkataKnightRiders (@KKRiders) April 30, 2025
Media (𝘴𝘢𝘯𝘴𝘢𝘯𝘪) vs (𝘥𝘰𝘴𝘵𝘰𝘯 𝘬𝘦 𝘣𝘦𝘦𝘤𝘩 𝘬𝘢) Reality!𝘎𝘦𝘩𝘳𝘪 𝘥𝘰𝘴𝘵𝘪 feat. our talented UP boys 😂 pic.twitter.com/2fY749CSXf
રિંકુ સિંહ અને કુલદીપ યાદવ બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. બંને ઉત્તર પ્રદેશની રણજી ટીમમાં સાથે રમે છે. બંનેએ IPLમાં KKR ટીમમાં પણ લાંબો સમય સાથે વિતાવ્યો છે. આ જ કારણ છે કે રિંકુ અને કુલદીપ વચ્ચે ગાઢ મિત્રતા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp