૧૫થી ૨૦% યુવતીઓ અને સ્ત્રીઓ પ્રજનનતંત્રને લગતી આ સમસ્યાનો ભોગ બને છે!

૧૫થી ૨૦% યુવતીઓ અને સ્ત્રીઓ પ્રજનનતંત્રને લગતી આ સમસ્યાનો ભોગ બને છે!

01/30/2021 LifeStyle

ડૉ. નૂપુર છાસટીઆ
Gynaec made simple!
ડૉ. નૂપુર છાસટીઆ
MD, DNB (Obs & Gynaec)

૧૫થી ૨૦% યુવતીઓ અને સ્ત્રીઓ પ્રજનનતંત્રને લગતી આ સમસ્યાનો ભોગ બને છે!

આધુનિક જીવનશૈલીએ અનેક સુખ-સગવડમાં વધારો કર્યો છે. પણ એ સાથે જ અનેક તકલીફોમાં પણ વધારો કર્યો છે. સ્ત્રીઓને લગતી આવી જ એક તકલીફ એટલે PCOS - Polycystic Ovary Syndrome

PCOS એ હોર્મોન્સના ફેરફારને કારણે સર્જાતી જટિલ સમસ્યા છે. જેનું આખું નામ ‘પોલીસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ’ છે. આ રોગની સાથે બીજા ઘણા શારીરિક, માનસિક અને પ્રજનનતંત્રને લગતા ફેરફારો સંકળાયેલા છે. PCOSએ નિ:સંતાનપણાના કારણોમાં મોખરે છે. આજના જમાનામાં લગભગ ૧૫ થી ૨૦% છોકરીઓ અને સ્ત્રીઓ PCOSથી પીડાતી હોય છે.


PCOS થવાનું કારણ શું?

PCOS થવાનું કારણ શું?

કૌટુંબિક ઇતિહાસ, જીવનશૈલીમાં પરિવર્તન અને મેદસ્વીપણું જેવા પરિબળો કોઈ પણ સ્ત્રીને PCOS થવાની શક્યતામાં વધારો કરે છે. આ બધા પરિબળો ઉપરાંત એન્ડ્રોજેન્સ અને ઇન્સ્યુલિન નામના બે હોર્મોન્સ પણ PCOS માટે જવાબદાર હોઈ શકે છે.


PCOSના લક્ષણો ક્યા ક્યા છે?

PCOSના લક્ષણો ક્યા ક્યા છે?

PCOSના મહત્વના લક્ષણો નીચે મુજબ છે :

  • અનિયમિત માસિકસ્રાવ (irregular periods)
  • ચહેરા, પીઠ અને શરીર પર વાળની અતિશય વૃદ્ધિ (hirsutism)
  • તીવ્ર સ્વરૂપે દેખાતા ખીલ
  • વાળ ખરવા
  • વજન વધારો
  • પેટની સ્થૂળતા (પેટના નીચેના ભાગમાં ચરબી જમા થવી)
  • ગર્ભધારણ કરવામાં મુશ્કેલી

આ સિવાય PCOSને કારણે ડાયાબિટીઝનું જોખમ પણ વધી શકે છે. સાથે જ હતાશા-ચિંતા, આત્મવિશ્વાસની કમી, નબળું શરીર વગેરે જેવા લક્ષણો પણ PCOSથી પીડિત યુવતી કે સ્ત્રીમાં જોવા મળી શકે છે.


PCOSનું નિદાન કઈ રીતે થાય છે?

PCOSનું નિદાન કઈ રીતે થાય છે?

જો નીચેના ત્રણ પૈકીના બે લક્ષણો હાજર હોય તો ડોક્ટર્સ PCOSનું નિદાન કરે છે :

૧) અનિયમિત માસિક

૨) ખીલમાં અને વાળ ઉતરવામાં વધારો (રક્તમાં એન્ડ્રોઇડ હોર્મોનનું ઊંચું સ્તર)

૩) સોનોગ્રાફીમાં પોલીસિસ્ટિક અંડાશયના ચિહ્નો


PCOSની સારવાર કઈ રીતે થાય?

PCOSની સારવાર કઈ રીતે થાય?

તંદુરસ્ત જીવનશૈલી એ PCOSની સારવાર માટેનો ઉત્તમ ઈલાજ છે. યોગ્ય જીવનશૈલી અપનાવવાથી રોગને આવતો રોકી શકાય છે, એના લક્ષણોની તીવ્રતા ઘટાડી શકાય છે તેમજ લાંબા ગાળાના પરિણામો પણ મેળવી શકાય છે.

સંતુલિત અને પૌષ્ટિક અહાર પણ બહુ મોટો ભાગ ભજવે છે. આહારમાં તાજા ફળો, શાકભાજી, કઠોળ, દૂધનો સમાવેશ કરી શકાય. એ સિવાય ભારે ભોજનને બદલે નાના ટુકડાઓમાં વારંવાર લેવાતું ભોજન કારગર સાબિત થઇ શકે.

વધારાની ખાણ (શર્કરા), કોલ્ડ ડ્રિન્ક્સ અને અનિચ્છનીય ચરબી ટાળવી.

નિયમિત કસરત અને યોગા બહુ ફાયદેમંદ સાબિત થાય છે. રોજ ૩૦-૪૫ મિનીટ્સ ચાલવાની ટેવ પણ લાભકારક નીવડે છે.

વજનમાં ૫થી ૧૦% નો ઘટાડો તમારો માસિકને નિયમિત બનાવે છે અને લાંબા ગાળાની સમસ્યાઓને ઉગતી ડામે છે. નવા પ્રોજેસ્ટીન અને લો ડોઝ ઈસ્ટ્રોજન્સથી માસિકને નિયમિત કરી શકાય છે. જો શરીર ઇન્સ્યુલિનનો પ્રતિકાર કરતું હોય તો મેટામોર્ફિન નામની દવા મદદરૂપ થઇ શકે છે.

સદનસીબે, આધુનિક તબીબી વિજ્ઞાને PCOSની સારવાર માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ કરાવી આપ્યા છે. વંધ્યત્વ નિવારણ માટે પણ IUI , IVF જેવી આધુનિક પદ્ધતિઓ ઉપલબ્ધ છે. વળી આ પદ્ધતિઓના રિઝલ્ટમાં પણ ઇન્જેક્શન્સ અને અલ્ટ્રાસાઉન્ડ મોનિટરિંગ જેવી ટેકનિક્સના ઉપયોગ દ્વારા સારું રિઝલ્ટ મળવાની શક્યતાઓ વધારી શકાય છે.

નિષ્કર્ષ : PCOS એ એક સામાન્યપણે જોવા મળતો હોર્મોનલ પ્રોબ્લેમ છે. કોઈ સારા સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ પાસે જઈને એનું યોગ્ય નિદાન અને સફળ સારવાર કરાવી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top