Biporjoy Updates: ગુજરાતને માથે ભયંકર વાવાઝોડાનું તોળાતું સંકટ! ‘બિપોરજોય વિશેની તમામ માહિતી અહ

Biporjoy Updates: ગુજરાતને માથે ભયંકર વાવાઝોડાનું તોળાતું સંકટ! ‘બિપોરજોય વિશેની તમામ માહિતી અહીં જાણો

06/07/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Biporjoy Updates: ગુજરાતને માથે ભયંકર વાવાઝોડાનું તોળાતું સંકટ! ‘બિપોરજોય વિશેની તમામ માહિતી અહ

Biporjoy Updates: ગુજરાતના માથે ભયજનક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે! હવામાન વિભાગ અનુસાર બીપરજોય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધારો થશે.


‘બિપોરજોય’ વિષે કામની માહિતી મેળવો

‘બિપોરજોય’ વિષે કામની માહિતી મેળવો

આ વાવાઝોડાને બાંગ્લાદેશે ‘બિપોરજોય’ નામ આપ્યું છે. જેનો અર્થ આફત થાય છે. પૂર્વમધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું આ ચક્રવાતી વાવાઝોડું  છેલ્લા 6 કલાક દરમિયાન 2 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું હતું, તે તીવ્ર ચક્રવાતી તોફાનને કારણે વધુ તીવ્ર બન્યું હતું અને IST 07ના 0530 કલાકે કેન્દ્રિય હતું. અક્ષાંશ 12.6°N અને રેખાંશ 66.1°E, ગોવાના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં લગભગ 890 કિમી, મુંબઈથી 1000 કિમી દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1070 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 1370 કિમી દક્ષિણે છે. આગામી 24 કલાક દરમિયાન તે લગભગ ઉત્તર તરફ આગળ વધે અને ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. તે પછીના 3 દિવસ દરમિયાન તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.

આઇએમડીએ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, "દક્ષિણ-પૂર્વ અને નજીકના પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ઊંડું ડિપ્રેશન 4 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને ચક્રવાતી તોફાન 'બિપરજોય' માં તીવ્ર બન્યું હતું." તે સાંજે 5:30 વાગ્યે ગોવાના પશ્ચિમ-દક્ષિણમાં લગભગ 920 કિમી, મુંબઈથી 1050 કિમી દક્ષિણ-પશ્ચિમ, પોરબંદરથી 1130 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 1430 કિમી દક્ષિણમાં સ્થિત હતું. તે ધીમે ધીમે ખૂબ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થાય એવી સંભાવના છે.


ગુજરાતના તમામ બંદરો એલર્ટ પર

ગુજરાતના તમામ બંદરો એલર્ટ પર

ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતના બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. જ્યારે 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક પહોંચી શકે. 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. જો કે વાવાઝોડાની દિશાને લઈ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે. આ વાવાઝોડાની અસર સમગ્ર પશ્ચિમ ભારતના કાંઠે થશે. જ્યારે વાવાઝોડાને કારણે જ કેરળના દરિયા કાંઠે ચોમાસાને વિપરિત અસર થઈ હોવાનું અનુમાન છે. એટલું જ નહીં હવામાન વિભાગે કેરળના કાંઠે ચોમાસુ ક્યારે આવશે એ પણ સ્પષ્ટ નથી કર્યું.

આ સમયગાળા દરમિયાન, 6 જૂન સુધી કેરળ-કર્ણાટકના દરિયાકાંઠા અને લક્ષદ્વીપ-માલદીવ વિસ્તારોમાં અને 8 થી 10 જૂન સુધી કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની નજીકના દરિયામાં ખૂબ ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે. દરિયામાં ઉતરેલા માછીમારોને દરિયા કિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. IMDએ સોમવારે કહ્યું હતું કે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણવાળા વિસ્તારની રચના અને તેના ઊંડા થવાથી કેરળના કિનારા તરફ ચોમાસાના આગમનને ગંભીર અસર થઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top