હવે છેતરપિંડી કરનાર ‘420’ નહીં ‘316’ કહેવાશે, જાણો IPCની ચર્ચિત કલમોમાં શું થયા બદલાવ

હવે છેતરપિંડી કરનાર ‘420’ નહીં ‘316’ કહેવાશે, જાણો IPCની ચર્ચિત કલમોમાં શું થયા બદલાવ

12/23/2023 National

SidhiKhabar

SidhiKhabar

હવે છેતરપિંડી કરનાર ‘420’ નહીં  ‘316’ કહેવાશે, જાણો IPCની ચર્ચિત કલમોમાં શું થયા બદલાવ

સંસદના બંને સદનો દ્વારા ત્રણ સંશોધિત ગુના બિલ પાસ થઈ ગયા છે. તેની સાથે જ હવે ભારતીય દંડ સંહિતા (IPC)ની જગ્યાએ ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા, ગુનાહિત પ્રક્રિયા સંહિતા (CRPC)ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમની જગ્યાએ ભારતે સાક્ષ્ય (દ્વિતીય) સંહિતા લેશે. નવા બિલોને હવે દેશનો કાયદો બનાવવા માટે અંતિમ સહમતી માટે ભારતના રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. અમે આજે આ આર્ટિકલમાં એ કેટલીક પ્રચલિત કલમો બાબતે બતાવી રહ્યા છે, જે સામાન્ય રૂપે આપણે સાંભળતા રહીએ છીએ અને હવે તેમની જગ્યાએ નવી કલમો લાગૂ થશે.


કેટલીક પ્રચલિત કલમોમાં ફેરફારો:

કેટલીક પ્રચલિત કલમોમાં ફેરફારો:

IPCની કલમ 302: હેઠળ હત્યાના કેસમાં સજા આપવાનું પ્રવધાન છે, પરંતુ નવા કાયદામાં હત્યાની કલમ 101 હશે. નવા બિલમાં કલમ 302 છેડતીના કેસમાં લાગશે.

IPCની કલમ 420: છેતરપિંડીનો ગુનો છે, જ્યારે નવા બિલમાં છેતરપિંડી માટે 316 લગાવવામાં આવશે. નવા બિલમાં હવે કલમ 420 નથી.

IPCની કલમ 144: ગેરકાયદેસર ભેગા થવા સંબંધિત છે. તેનો અર્થ છે કે 4 કે 4 કરતાં વધુ લોકો એક જગ્યાએ ભેગા નહીં થઈ શકે. નવા બિલમાં તેની જગ્યાએ 187 લાગશે.

IPCની કલમ 121: ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવા કે યુદ્ધ છેડવાનો પ્રયાસ કરવા કે યુદ્ધ છેડવા માટે ઉશ્કેરવા માટે લાગતી હતી. તેની જગ્યાએ હવે નવા બિલની કલમ 146 લાગશે.

IPCની કલમ 499: માનહાનિ સાથે સંબંધિત હતી, તેની જગ્યાએ નવા કાયદાની કલમ 354 લગાવવામાં આવશે.

IPCની કલમ 376: દુષ્કર્મના કેસોમાં લાગતી હતી, જેની જગ્યા હવે કલમ 63 લેશે અને કલમ 64 સજા સાથે સંબંધિત છે.

IPCની કલમ 124(A): આ કલમ રાજદ્રોહના કેસમાં લગતી હતી, તેની જગ્યાએ હવે નવા કાયદાની કલમ 150 લાગશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top