શું ચીન લાવશે નવી મહામારી? કોરોના બાદ હવે 'લાંગ્યા' નામનો નવો વાયરસ જોવા મળ્યો, જાણો શું છે તેના લક્ષણો
વર્લ્ડ ડેસ્ક : લગભગ ત્રણ વર્ષ પહેલા ચીનમાં કોવિડ-19 વાયરસ જોવા મળ્યો હતો. હવે ચીનમાં વધુ એક નવો વાયરસ જોવા મળ્યો છે, જેના કારણે લગભગ 35 લોકો સંક્રમિત થયા છે. તે હેનિપાવાયરસનો એક નવો પ્રકાર છે, જેને લાંગ્યા વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેનિપાવાયરસને બાયોસેફ્ટી લેવલ 4 પેથોજેન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ વાયરસ પ્રાણીઓ અને માણસોમાં ગંભીર રોગ પેદા કરી શકે છે. અત્યાર સુધી આ વાયરસની કોઈ દવા કે રસી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp