કુણાલ કામરા સામે ફરિયાદ, એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીને લઇને શિવસૈનિકોમાં રોષ, તોડ્યો સ્ટુડિયો,

કુણાલ કામરા સામે ફરિયાદ, એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીને લઇને શિવસૈનિકોમાં રોષ, તોડ્યો સ્ટુડિયો, જુઓ વીડિયો

03/24/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

કુણાલ કામરા સામે ફરિયાદ, એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીને લઇને શિવસૈનિકોમાં રોષ, તોડ્યો સ્ટુડિયો,

Kunal Kamra: સમય રૈનાના વિવાદ બાદ હવે કોમેડિયન કુણાલ કામરા પણ વિવાદમાં આવી ગયો છે. કોમેડિયન કુણાલ કામરાએ થોડા સમય પહેલા પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી મહારાષ્ટ્ર પોલિટિક્સ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે અભદ્ર ટિપ્પણી કરી છે.

તેને લઈને શિવસેના એકનાથ શિંદે જૂથના કાર્યકરોમાં નારાજગી છે. શિંદે જૂથના નેતા રાહુલ કનાલે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શિંદે વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને શિવસૈનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.


ગુસ્સે ભરાયેલા શિવ સૈનિકોએ તોડફોડ કરી

ગુસ્સે ભરાયેલા શિવ સૈનિકોએ તોડફોડ કરી

કુણાલ કામરા વિરુદ્ધ નારાજ શિવસૈનિકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં શિવસૈનિકો સ્ટુડિયોમાં તોડફોડ કરતા જોવા મળે છે.  શિવ સૈનિકો ત્યાં પહોંચી ગયા જ્યાં આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી શિંદે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા પર શિવસૈનિકોએ સ્ટુડિયોની ખુરશીઓ, ટેબલ અને લાઇટો પણ તોડી નાખી.

શિવસેનાના પ્રવક્તા ક્રિષ્ના હેગડેએ કામરાની ટીપ્પણીની નિંદા કરતા કહ્યું કે પાર્ટીના કાર્યકરો તેની ટિપ્પણીથી નારાજ છે. હેગડેએ ચીમકી આપી કે કોમેડિયનને 'શિવસેના જેવી વ્યવહાર' મળશે કારણ કે કોઈ પણ શિવસૈનિકને તેમનું નિવેદન પસંદ આવ્યું નથી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Please give me one reason why a well-educated person would want to live in this country.<a href="https://twitter.com/hashtag/kunalkamra?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#kunalkamra</a> <a href="https://t.co/TiestMfxmf">pic.twitter.com/TiestMfxmf</a></p>&mdash; Travis Kutty (@TravisKutty) <a href="https://twitter.com/TravisKutty/status/1903902573511471549?ref_src=twsrc%5Etfw">March 23, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


કામરા રાજકીય વ્યંગ કરે છે

કામરા રાજકીય વ્યંગ કરે છે

તમને જણાવી દઈએ કે કુણાલ કામરા એક ભારતીય સ્ટેન્ડઅપ કોમેડિયન છે. કામરા પોતાના તીક્ષ્ણ રાજકીય વ્યંગ અને સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતો છે. કામરાની યુટ્યુબ ચેનલ પર ઘણા વીડિયો છે, જેમાં તેણે પત્રકારો, રાજનેતાઓ અને સેલિબ્રિટીઓના ઈન્ટરવ્યૂ પણ લીધા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top