મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં 9 જવાન શહીદ, ઘણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં 9 જવાન શહીદ, ઘણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

01/06/2025 National

SidhiKhabar

SidhiKhabar

મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં 9 જવાન શહીદ, ઘણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Bijapur Naxal Attack: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે. સુરક્ષાદળોના વાહનને IED વડે નિશાનો બનાવવામાં આવ્યું છે. નક્સલવાદીઓએ કુટરુ રોડમાં IED પ્લાન્ટ કર્યો હતો, સુરક્ષા દળોનું વાહન તેની ઝપેટમાં આવી ગયું હતું. IED બ્લાસ્ટને કારણે 9 જવાનો શહીદ થઇ ગયા છે. 6થી વધુ જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સૈનિકોની ટીમ ઓપરેશનમાંથી પરત ફરી રહી હતી.

નક્સલવાદીઓએ બીજાપુર જિલ્લાના કુટરુ-બેદ્રે રોડ પર આ હુમલો ત્યારે કર્યો જ્યારે દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરની સંયુક્ત ઓપરેશન પાર્ટી ઓપરેશન બાદ પરત ફરી રહી હતી. બપોરે 2:15 વાગ્યે, નક્સલવાદીઓએ કુટરુ પોલીસ સ્ટેશન વિસ્તારના અંબેલી ગામ પાસે IED બ્લાસ્ટ કરીને સુરક્ષા દળના વાહનને ઉડાવી દીધું.


મુખ્યમંત્રીએ 2026 સુધીમાં નક્સલવાદીઓનો સફાયો કરવાની જાહેરાત કરી

મુખ્યમંત્રીએ 2026 સુધીમાં નક્સલવાદીઓનો સફાયો કરવાની જાહેરાત કરી

મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ જાંજગીર-બીજાપુર નક્સલી હુમલા પર કહ્યું કે, નક્સલવાદીઓને વધારે નુકસાન થઈ રહ્યું છે અને 2026 સુધીમાં નક્સલવાદ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં નક્સલવાદ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે અને સૈનિકો ઝડપથી નક્સલવાદીઓને ખતમ કરી રહ્યા છે. હવે પહેલા કરતા ઓછી જાનહાનિ થઈ રહી છે.

તો પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય અજય ચંદ્રકરે આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ શહાદતને વ્યર્થ નહીં જવા દે. સૈનિકોના મનોબળને કોઈ પણ સંજોગોમાં ઓછું થવા દેવાનું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top