પેટમાં થતાં દુઃખાવાને કેન્સર માનીને ઉઠાવ્યું આ ખતરનાક પગલું, ગૂગલ પર સર્ચ કર્યા લક્ષણો અને પછી.

પેટમાં થતાં દુઃખાવાને કેન્સર માનીને ઉઠાવ્યું આ ખતરનાક પગલું, ગૂગલ પર સર્ચ કર્યા લક્ષણો અને પછી..

11/17/2023 World

SidhiKhabar

SidhiKhabar

પેટમાં થતાં દુઃખાવાને કેન્સર માનીને ઉઠાવ્યું આ ખતરનાક પગલું, ગૂગલ પર સર્ચ કર્યા લક્ષણો અને પછી.

દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જે કોઈ પણ વાત વિના ગભરાઈ જાય છે, પરેશાન થઈ જાય છે, અહી સુધી કે ડિપ્રેશનમાં જતાં રહે છે. એવા લોકોની માનસિક સ્થિતિ કેટલીક વખત જીવવા-મરવા સુધી પહોંચી જાય છે. હાલની ઘટના પણ કંઈક એવી જ છે. રોમ શહેર  બોતોસાનીના એક વ્યક્તિએ પોતાની ઓવર થિંકિંગના કારણે ગજબની બેવકૂફી કરી. તે છેલ્લા કેટલાક સમયથી પેટના દુઃખાવાથી પરેશાન હતો, પરંતુ તેની આ ચિંતા કઇ હદ સુધી જશે એ તેણે વિચાર્યું પણ નહોતું.


પત્નીને કંઈક ગરબડ હોવાનો થયો અનુભવ:

પત્નીને કંઈક ગરબડ હોવાનો થયો અનુભવ:

એક દિવસ તેણે પોતાની પત્નીને કહ્યું કે, તે તેના બોયલર માટે થોડી લાકડીઓ લેવા માટે આઉટહાઉસ જઈ રહ્યો છે, પરંતુ થોડી મિનિટ બાદ પત્નીને તેનો ટેક્સ્ટ મેસેજ આવ્યો. તેમાં લખ્યું હતું કે, સોરી અને તું એક ખૂબ સારી પત્ની છે. તેની પત્નીને તરત લાગ્યું કે કંઈક ગરબડ છે અને તે આઉટહાઉસ તરફ ભાઈ. જ્યાં તેણે પોતાના પતિના એક હાથમાં એંગલ ગ્રાઈન્ડર જોયું અને બીજો હાથ લગભગ પૂરી રીતે કપાયેલો હતો. પત્નીએ ગભરાઈને એમ્બ્યુલન્સ બોલાવી અને પેરામેડિક્સની એક ટીમ તાત્કાલિક પહોંચી. તેને માવોરમતી કાઉન્ટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહી પ્લાસ્ટિક સર્જરી ટીમે તેનો હાથ પણ ફરી જોડ્યો. હવે તેને ઇયાસીની બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડૉક્ટર તેના ડાબા હાથમાં પરત મૂવમેન્ટ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


તપાસમાં શું સામે આવ્યું:

તપાસમાં શું સામે આવ્યું:

ઘટનાની તપાસ થઈ તો એ વ્યક્તિના સંબંધીઓએ જણાવ્યું કે, તે થોડા સમયથી પેટમાં દુઃખાવાથી પરેશાન હતો અને તેના લક્ષણો બાબતે ગૂગલ પર વાંચ્યા બાદ તેને વિશ્વાસ થઈ ગયો હતો કે તેને પેટનું કેન્સર છે. તે ડિપ્રેશનમાં જતો રહ્યો, પરંતુ તેણે ડૉક્ટરોને મળવા બાબતે વિચાર્યું પણ નહીં અને આત્મહત્યા કરવાનો ટૂંકો માર્ગ અપનાવ્યો. રોમાનિયન પ્રેસ રિપોર્ટ મુજબ, દર્દી સારી રીતે રિકવર થઈ રહ્યો છે અને કેન્સરને લઈને તેના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે પરેશાન થઈને તેણે પોતાનું કાંડુ કાપી લીધું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top