બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 10 લોકોના મોત

બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 10 લોકોના મોત

04/01/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 10 લોકોના મોત

Fire breaks out in Fireworks factory in Deesa: આગના બનાવો સતત વધતા જઇ રહ્યા છે, ફેબ્રુઆરીમાં સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં વેપારીઓનો કરોડોનો માલ આગમાં બળીને રાખ થઇ ગયો હતો, હવે બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.


ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે લાગી આગ

ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે લાગી આગ

મીડિયા રિપોર્ટ મુજબ, આજે વહેલી સવારે ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી ગઇ હતી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આગમાં 10 લોકોના મોત થઇ ગયા છે.


ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટના દરમિયાન ફેક્ટરીમાં ઘણા મજૂરો ઉપસ્થિત હતા, જેમાંથી ઘણાં લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં મોતને ભેંટનારા મજૂરોનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. ફાયરની ટીમ સાથે ડીસા તાલુકા પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, આજે સવારે ડીસાના ઔદ્યોગિક વિસ્તારમાં મોટો વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. 10 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. ઘણા ઇજાગ્રસ્ત મજૂરોને અલગ-અલગ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીનો સ્લેબ ધ્વસ્ત થઇ ગયો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top