આખરે પહેલવાનોએ કર્યો ‘યુદ્ધવિરામ’! કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર સાથેની મંત્રણા ફળદાયી? બ્રિજભૂ

આખરે પહેલવાનોએ કર્યો ‘યુદ્ધવિરામ’! કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર સાથેની મંત્રણા ફળદાયી? બ્રિજભૂષણ સામે મજબૂત ચાર્જશીટ મૂકાશે

06/07/2023 National

SidhiKhabar

SidhiKhabar

આખરે પહેલવાનોએ કર્યો ‘યુદ્ધવિરામ’! કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર સાથેની મંત્રણા ફળદાયી? બ્રિજભૂ

Wrestlers protest : આખરે મહિનાઓથી ચાલી રહેલું પહેલ્વાનોનું વિરોધ પ્રદર્શન અંત તરફ જઈ રહ્યું હોય એવું લાગે છે. આજે કેન્દ્રિય સ્પોર્ટ્સ મિનીસ્ટર શ્રી અનુરાગ ઠાકુર સાથે પહેલવાનોએ મીટિંગ કરી હતી. આ મેરેથોન મીટિંગ છ કલાક લાંબી ચાલી હતી. એ પછી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરીને મીટિંગમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી.


પહેલવાનોની માગણી શું હતી?

પહેલવાનોની માગણી શું હતી?

મોડી રાત્રે અનુરાગ ઠાકુરે જાહેરમાં ટ્વીટ કરીને કુસ્તીબાજોને ચર્ચા માટે બોલાવ્યા. કુસ્તીબાજોએ મંત્રી સમક્ષ 5 માંગણીઓ મૂકી છે. જેમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા માટે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની માંગ અને મહિલા પ્રમુખની નિમણૂકનો સમાવેશ થાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે બ્રિજ ભૂષણ સિંહ અથવા તેમના પરિવારના સભ્યો WFIનો ભાગ ન બની શકે. કુસ્તીબાજો સાથે મડાગાંઠ ખતમ કરવાના પ્રયાસમાં અનુરાગ ઠાકુરે ગઈકાલે રાત્રે 12.47 વાગ્યે ટ્વીટ કર્યું, "સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે.


મીટિંગમાં શું નક્કી થયું?

મીટિંગમાં શું નક્કી થયું?

સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગને લઈને બંને પક્ષો વચ્ચેની વાતચીત અટકી હતી. આ સિવાય અન્ય મુદ્દાઓ પર બંને પક્ષો લગભગ સહમત થયા છે. મંત્રી સાથે કુસ્તીબાજોની બેઠક 6 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. મળતી માહિતી મુજબ, અનુરાગ ઠાકુરે કુસ્તીબાજોને પોલીસ વતી બ્રિજ ભૂષણ સામે મજબૂત ચાર્જશીટ રજૂ કરવાનું વચન આપ્યું છે.

અનુરાગ ઠાકુરે ખેલાડીઓને લેખિત પ્રસ્તાવ આપ્યો છે. કુસ્તીબાજોએ કહ્યું કે તેઓ સાથી કુસ્તીબાજો અને ખાપ્સ સાથે ચર્ચા કર્યા બાદ પ્રસ્તાવ પર નિર્ણય લેશે. આ સાથે મંત્રીએ કહ્યું છે કે WFIની સ્વતંત્ર ચૂંટણી કરાવવામાં આવશે. બ્રિજ ભૂષણ અને તેમના પરિવારનો કોઈપણ સભ્ય WFI સાથે જોડાશે નહીં. 28મી મેના રોજ કુસ્તીબાજો સામે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે.


15 જૂન સુધી ‘યુદ્ધ વિરામ’

15 જૂન સુધી ‘યુદ્ધ વિરામ’

બેઠક બાદ સાક્ષી મલિકે કહ્યું હતું કે, સરકારે પોલીસ તપાસ પૂર્ણ કરવા માટે 15 જૂન સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન કુસ્તીબાજો પ્રદર્શન નહીં કરે. બજરંગ, રિયો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક અને તેના કુસ્તીબાજ પતિ સત્યવ્રત કાદિયાન બુધવારે સવારે અનુરાગ ઠાકુરના ઘરે મીટિંગ માટે પહોંચ્યા હતા.

બેઠક બાદ મીડિયાને સંબોધતા રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, કુસ્તીબાજો સાથે સકારાત્મક વાતચીત થઈ છે. સરકારે તમામ વિષયો પર ખુલીને વાત કરી છે. કુસ્તીબાજો 15 જૂન સુધી પ્રદર્શન નહીં કરે. ખેલાડીઓએ કેસ પાછો ખેંચવાની માંગ કરી છે. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, મહિલા કુસ્તીબાજોને સુરક્ષા આપવામાં આવશે.

સરકારે 15 જૂન સુધીમાં પોલીસ કાર્યવાહી પૂર્ણ કરવાનું કહ્યું છે. પ્રદર્શનમાં ભાગ લેનાર મહિલા અને પુરૂષ ખેલાડીઓની સુરક્ષા અંગે પણ વાત કરી છે અને 28મી મેની રાત્રે અમારી સામે નોંધાયેલા તમામ કેસ પરત ખેંચવાની પણ વાત કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top