વન નેશન-વન આઈડી'ની જેમ હવે શાળાના વિદ્યાર્થીઓની બનશે APAAR ID, જાણો તેનો ફાયદા અને ઉદ્દેશ્ય
કેન્દ્ર સરકાર શાળાના બાળકો માટે એક મહત્વનો નિર્ણય કરી શકે છે. હાલ સરકાર વન નેશન-વન આઈડીની વાત કરી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દેશના શાળાના બાળકો માટે એક પ્રકારના ઓળખ નંબર લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ નંબરને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી - APAAR કહેવામાં આવશે અને તેમાં પ્રી-પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીના બાળકોના IDનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને આધાર ID સાથે લિંક કરવામાં આવશે અને તેમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રાનો સંપૂર્ણ ડેટા એકઠો કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp