બોલો! પિતાના બીજા લગ્નની વાત સાંભળીને સંતાનોએ કરી લીધી આત્મહત્યા, લોકો બોલ્યા- 'આ આત્મહત્યા નહી

બોલો! પિતાના બીજા લગ્નની વાત સાંભળીને સંતાનોએ કરી લીધી આત્મહત્યા, લોકો બોલ્યા- 'આ આત્મહત્યા નહીં હત્યા છે'

03/11/2025 National

SidhiKhabar

SidhiKhabar

બોલો! પિતાના બીજા લગ્નની વાત સાંભળીને સંતાનોએ કરી લીધી આત્મહત્યા, લોકો બોલ્યા- 'આ આત્મહત્યા નહી

Minor siblings die by suicide over fathers second marriage plan: ઓરિસ્સના નયાગઢ જિલ્લાના ધનચંગડા ગામમાં સોમવારે 2 બાળકોની કથિત આત્મહત્યાએ સનસનાટી મચાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પિતાના બીજા લગ્નની વાત સાંભળીને 2 સગીર ભાઈઓએ આત્મહત્યા કરી લીધી. બંને બાળકોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેમના પિતાને બીજા લગ્નનો પ્રસ્તાવ મળ્યો.  લગ્નનો પ્રસ્તાવ મળ્યાના બીજા જ દિવસે બંને બાળકો મૃત હાલતમાં મળી આવ્યા. ગ્રામજનોનું કહેવું છે કે બાળકોએ આત્મહત્યા કરી નથી, તેમની હત્યા કરવામાં આવી છે.


બાળકોની માતાનું અવસાન થઈ ચૂક્યું હતું

બાળકોની માતાનું અવસાન થઈ ચૂક્યું હતું

મૃતક બાળકોના પિતાનું નામ પ્રકાશ મોહંતી છે, બાળકોની માતા એટલે કે મોહંતીની પત્નીનું 3 વર્ષ અગાઉ અવસાન થયું હતું. તેમને 14 અને 11 વર્ષના બે પુત્રો હતા. રવિવારે પ્રકાશને બીજા લગ્નનો પ્રસ્તાવ મળ્યો હતો પરંતુ આજે તેના બંને બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રકાશના પિતા અચ્યુત મોહંતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના પૌત્ર તેમના પિતાના બીજા લગ્નના સમાચારથી દુઃખી થયા હતા અને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ ગામના કેટલાક લોકો આ મામલે આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે બાળકોની હત્યા કરીને તેને આત્મહત્યાનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.


પોલીસ દ્વારા પિતાની અટકાયત

પોલીસ દ્વારા પિતાની અટકાયત

ઘટનાની માહિતી મળતાં જ ફતેગઢ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને બાળકોના મૃતદેહનો કબજો મેળવી પૂછપરછ માટે પ્રકાશ મોહંતીને કસ્ટડીમાં લીધો હતો. નયાગઢના પોલીસ અધિક્ષકે કહ્યું કે, "અમને માહિતી મળી છે કે ધનચંગડા ગામમાં બે સગીર છોકરાઓના મૃતદેહ મળી આવ્યા છે. અમારી પોલીસ ટીમ અને વૈજ્ઞાનિક ટીમ ઘટનાસ્થળે હાજર છે.

પોલીસે કહ્યું કે સ્થાનિક લોકોને પ્રકાશ મોહંતી પર શંકા છે, એટલે અમે તેની અટકાયત કરી છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. હાલ પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે જ સ્પષ્ટ થશે કે આ આત્મહત્યા છે કે કોઈએ આ માસૂમોની હત્યા કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top