હદ થઇ ગઈ! સેલ્ફીના ચક્કરમાં ફૂડ ઇન્સ્પેક્ટરનો મોબાઈલ તળાવમાં પડ્યો, અને પછી સરકારી બાબુએ એવું ક

હદ થઇ ગઈ! સેલ્ફીના ચક્કરમાં ફૂડ ઇન્સ્પેક્ટરનો મોબાઈલ તળાવમાં પડ્યો, અને પછી સરકારી બાબુએ એવું કર્યું કે...

05/26/2023 National

SidhiKhabar

SidhiKhabar

હદ થઇ ગઈ! સેલ્ફીના ચક્કરમાં ફૂડ ઇન્સ્પેક્ટરનો મોબાઈલ તળાવમાં પડ્યો, અને પછી સરકારી બાબુએ એવું ક

કાંકેરઃ છત્તીસગઢના કાંકેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સેલ્ફી લેવાના ચક્કરમાં એક ફૂડ ઇન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસનો મોબાઈલ તળાવમાં પડી ગયો હતો. આ ઘટના સોમવારે બની હતી. મામલો એવો છે કે સોમવારે ફૂડ ઓફિસર રાજેશ વિશ્વાસ તેમના પરિવાર સાથે ખેરકટ્ટા પરાલકોટ તળાવમાં રજા માણવા ગયા હતા. અહીં રાજેશ તળાવ પાસે ઊભો રહીને સેલ્ફી ક્લિક કરી રહ્યો હતો, ત્યારે અધિકારીનો મોંઘો ફોન ઓવરફ્લો થઈને જમા થયેલા પાણીમાં પડી ગયો.


1.25 લાખના ફોન માટે ધમપછાડા

1.25 લાખના ફોન માટે ધમપછાડા

ફૂડ ઓફિસરનો 1.25 લાખ રૂપિયાનો ફોન જિલ્લાના પખંજુરના ખેરકટ્ટા પરાલકોટ તળાવમાં પડ્યો હતો. ત્યારપછી ફોન પાછો મેળવવાની ઝુંબેશ શરૂ થઈ હતી. પહેલા ડાઇવર્સે પાણીમાં ઉતરીને ફોન શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમાં સફળતા ન મળી એટલે સરકારી બાબુ એવા ફૂડ ઇન્સ્પેક્ટરે મોબાઈલ બહાર કાઢવા માટે તળાવની ઓવરફ્લો ટાંકી ખાલી કરાવી દીધી!


આખરે સસ્પેન્ડ થવું પડ્યું!

આખરે સસ્પેન્ડ થવું પડ્યું!

આ રીતે ટાંકી ખાલી કરવાથી લગભગ 21 લાખ લીટર પાણી વહી ગયા બાદ ગુરુવારે સવારે ફૂડ ઓફિસર રાજેશ વિશ્વાસને પોતાનો ફોન મળી આવ્યો હતો. તળાવમાં પડેલા ફોનને બહાર કાઢવાના પ્રયાસો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આખી ઘટના સામે લોકોમાં રોષ પેદા થયો હતો. એ પછી ઉત્તર બસ્તર કાંકેરના કલેક્ટર પ્રિયંકા શુક્લાએ આ મામલે ફૂડ ઓફિસને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top