પાકિસ્તાન સીમા નજીકના રાજ્યોમાં 31 મેના રોજ ‘ઓપરેશન શીલ્ડ’, જાણો 29 તારિખની મોકડ્રીલ કેમ ટળી હતી
ઓપરેશન શીલ્ડ હેઠળ, હવે 31 મેના રોજ સરહદી રાજ્યો જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં મોક ડ્રીલ યોજાશે. અગાઉ આ નાગરિક સુરક્ષા અભ્યાસ 29 મેના રોજ યોજાવાનો હતો, પરંતુ પ્રશાસનિક કારણોસર તેને મુલતવી રાખવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં 3 રાત સુધી ચાલેલી ભીષણ અથડામણ બાદ આ રાજ્યોમાં આ મોક ડ્રીલ યોજાઈ રહી છે. ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાન દ્વારા ભારતના નાગરિક વિસ્તારો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પ્રશાસનિક અધિકારીઓનું કહેવું છે કે આ વખત મોક ડ્રીલ વધુ વ્યવસ્થિત અને વ્યવહારુ રીતે લાગુ કરવામાં આવશે જેથી કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
ઓપરેશન શીલ્ડ હેઠળ યોજાનારી મોક ડ્રીલનો હેતુ સરહદી રાજ્યોમાં કટોકટીનો સામનો કરવા માટેની તૈયારીઓની તપાસ કરવાનો છે. તેમાં NDRF, નાગરિક સંરક્ષણ, સ્થાનિક પોલીસ, આરોગ્ય વિભાગ અને અન્ય કટોકટી એજન્સીઓ શામેલ હશે.
ઓપરેશન શીલ્ડ હેઠળ બીજી સિવિલ એક્સરસાઈઝ 31 મેના રોજ 5 રાજ્યોમાં આયોજિત કરવામાં આવશે. આ અભ્યાસ દેશના વિભિન્ન સંવેદનશીલ ક્ષેત્રો, ખાસ કરીને પશ્ચિમી સીમા પર 7 મેના રોજ પહેલી સિવિલ ડિફેન્સ એક્સરસાઈઝ દાતમિયાન જોવા મળેલી ખામીઓને દૂર થાય માટે કરવામાં આવી રહ્યું છે. આ બીજી એક્સરસાઈઝનું ઉદ્દેશ્ય દુશ્મનના હુમલાની કથિત સ્થિતિમાં નાગરિક સુરક્ષાની તૈયારીઓને વધુ મજબૂત કરવાનું છે.
આ અગાઉ 7 મેના રોજ ઓપરેશન સિંદૂરના થોડા કલાકો પહેલા, દેશભરમાં મોક ડ્રીલ યોજાઈ હતી. તે જ રાત્રે, ભારતીય સેનાએ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓને નિશાન બનાવીને એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp