Weathe Updates: 2 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી! કય

Weathe Updates: 2 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી! કયા જળાશયો હાઈ એલર્ટ પર છે?

08/01/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Weathe Updates: 2 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી! કય

Weathe Updates: સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદે પોતાની બેટિંગ અટકાવી દીધી છે. પણ વધુ એક વખત મેઘરાજા ગુજરાતને ધમરોળશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 2 થી 4 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની  હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 2 ઓગસ્ટે ડાંગ , નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં  ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.


2 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ

2 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ

3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત , ડાંગ, નવસારી, તાપી સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.સોરાષ્ટ્રમા પણ ફરી વિરામ બાદ 2 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે,. હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને 2 ઓગસ્ટથી  અમરેલી, ભાવનગર , ગીરસોમનાથ અને દીવમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઇને આ જિલ્લામાં  યલો એલર્ટ જાહેર કર્યું છે  

ગુજરાતમાં 2 ઓગસ્ટથી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગીમી દિવસોમાં  પ્રતિકલાક 35 થી 45 કિલોમીટરની ઝડપે  પવન સાથે વરસાદ વરસી શકે છે. જેના પગલે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.


કયા જળાશયો હાઈ એલર્ટ પર છે?

કયા જળાશયો હાઈ એલર્ટ પર છે?

રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો હાઉસફુલ થયા.. સૌરાષ્ટ્રના 35, કચ્છ અને દક્ષિણ ગુજરાતના છ- છ જળાશયો સંપૂર્ણ ભરાયા છે તો  207 જળાશયોમાં કુલ 50.76 ટકા જળસંગ્રહ છે.રાજ્યના 75 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી  90 ટકાથી વધુ ભરાયેલા  છે તો 53 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા  10 જળાશયો એલર્ટ પર છે.  તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદની વાત કરીએ તો  59.33 ટકા રાજ્યમાં વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ કચ્છમાં 76.45 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 74.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 69.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 47.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 38.78 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top