Monsoon alert: માછીમારોએ ભૂલેચૂકે ય દરિયો ખેડવાની ભૂલ કરવી નહિ! રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ

Monsoon alert: માછીમારોએ ભૂલેચૂકે ય દરિયો ખેડવાની ભૂલ કરવી નહિ! રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

07/30/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Monsoon alert: માછીમારોએ ભૂલેચૂકે ય દરિયો ખેડવાની ભૂલ કરવી નહિ! રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ

Monsoon alert: હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. આ સાથે જ દરિયો પણ તોફાની રહેવાની શક્યતા છે. ક્યા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે અને કેટલા દિવસો સુધીની આગાહી છે, એ તમામ બાબતો વિસ્તારપૂર્વક જાણો.


ક્યા જિલ્લાઓમાં છે “થન્ડર સ્ટ્રોમ”ની આગાહી?

ક્યા જિલ્લાઓમાં છે “થન્ડર સ્ટ્રોમ”ની આગાહી?

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. જ્યારે આજે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ માટે અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે થંડર સ્ટ્રોમની આગાહી છે. હાલમાં અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉપર ઉત્તરમાં 20 એલ્ટીટ્યુડ પર સક્રિય થયેલું છે. તદુપરાંત દક્ષિણના ભાગો પર ઓફ શોર ટ્રફ છે જેને કારણે વિવિધ સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે.


માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન 35થી 45 કિ.મી જ્યારે ત્રીજા દિવસથી 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ સાથે જ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હોવાથી 1 જુનથી લઈને 29 જુલાઈ સુધી 276.2 મિમી વરસાદની જરૂરિયાત હોય છે. જેની સામે અત્યાર સુધીમાં 413.1 મિમી વરસાદ ખાબક્યો છે એટલે કે જરૂરિયાત કરતાં 50% વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 29 જુલાઈ સુધી 451.5 મિમી વરસાદની જરૂરિયાત હોય છે જેની સામે અત્યાર સુધીમાં 431.2 મિમી  વરસાદ વરસ્યો છે એટલે કે હજુ પણ જરૂરિયાત કરતા ચાર ટકા વરસાદની ઘટ છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 18% વધુ વરસાદ નોંધાયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top