વાલીઓની વધી ચિંતા..! ગુજરાતમાં આજથી 80 હજારથી વધુ સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતર્યા

વાલીઓની વધી ચિંતા..! ગુજરાતમાં આજથી 80 હજારથી વધુ સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતર્યા

06/18/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વાલીઓની વધી ચિંતા..! ગુજરાતમાં આજથી 80 હજારથી વધુ સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતર્યા

School Van Drivers on Strike In Gujarat : આજથી ગુજરાતભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો તેમજ સ્કૂલવાન ચાલકો ચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. તંત્ર, આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરીના વિરોધમાં સ્કૂલવર્ધી ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. સ્કૂલ વર્ધી એશોસિયનને નિર્ણય કરતા હજરો વાલીઓ મુશ્કેલી મુકાયા છે.


વાહનના ભાડામાં રૂ. 200નો વધારો

વાહનના ભાડામાં રૂ. 200નો વધારો

સુરતમાં સવારે વરસાદ વચ્ચે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા માટે આવ્યા હતા. બીજીબાજુ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, વાહનના ભાડામાં રૂ. 200નો વધારો  પણ કરવામાં આવ્યો છે. ભાડામાં વધારો કરી વાલીઓ પર મોંઘવારીનો બોજ નાખ્યો છે. પોતાના બાળકોને સ્કૂલ મૂકવા-લેવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


વાહન ચાલકોએ ઉચ્ચારી ચીમકી

વાહન ચાલકોએ ઉચ્ચારી ચીમકી

આજથી રાજ્યના 80 હજાર કરતા પણ વધારે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. એક તરફ ઉનાળુ વેકેશન પૂરુ થઈ ગયું છે અને નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ ગયું છે. ત્યારે આ હડતાળને લઈને વાલીઓનો હાલાકી ભોગવવી પડી રહી છે. હડતાળને પગલે પોતાના બાળકોને જાતે જ સ્કૂલમાં મૂકવા જવુ પડી રહ્યું છે. રિક્ષા-સ્કૂલવાન ચાલકોએ કાયદેસરની પરમીટ ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top