કારમાં લગાડવામાં આવેલા આ લાઇફ સેવિંગ ટૂલ વિશે મોટાભાગના ચાલકો હોય છે અજાણ, જાણો હેડરેસ્ટનો ફાયદ

કારમાં લગાડવામાં આવેલા આ લાઇફ સેવિંગ ટૂલ વિશે મોટાભાગના ચાલકો હોય છે અજાણ, જાણો હેડરેસ્ટનો ફાયદો

11/02/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

કારમાં લગાડવામાં આવેલા આ લાઇફ સેવિંગ ટૂલ વિશે મોટાભાગના ચાલકો હોય છે અજાણ, જાણો હેડરેસ્ટનો ફાયદ

કાર પ્રવાસીઓ અને મોટાભાગના કાર માલિકો પણ કારમાં લગાવવામાં આવેલા સેફ્ટી ફિચર્સ વિશે જાણતા નથી. સામાન્ય માહિતી તરીકે, દરેક વ્યક્તિ માટે આ બાબત જાણવી જરૂરી છે. ચાલો તમને જણાવીએ કે આ સેફ્ટી ફીચર શું છે અને તે ક્યારે કામમાં આવે છે.


કારની સીટનો ઉપરનો ભાગ, જેને આપણે હેડરેસ્ટ કહીએ છીએ. વાસ્તવમાં હેડરેસ્ટ માત્ર રેસ્ટ કરતા પણ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. આ હેડરેસ્ટ મુશ્કેલીના સમયે તમારો જીવ પણ બચાવી શકે છે.


સામાન્ય રીતે જ્યારે આપણે કાર દ્વારા ક્યાંક મુસાફરી કરીએ છીએ, ત્યારે તે આરામદાયક સ્થિતિમાં બેસવામાં મદદ કરે છે. પરંતુ કાર અકસ્માત જેવી પરિસ્થિતિમાં, તે તમારા માથાને પાછું જતા અટકાવે છે. જેના કારણે ગરદન સુરક્ષિત રહે છે. જ્યારે અકસ્માત એટલો મોટો હોય કે એરબેગ્સ પણ ખુલી જાય છે. આવી સ્થિતિમાં એરબેગને સામેથી ચહેરા પર વાર થતાં માથું પાછળની તરફ જાય છે. આવી સ્થિતિમાં જો હેડરેસ્ટ ન હોય તો સીટ પર બેઠેલા વ્યક્તિને ગળામાં ગંભીર ઈજા થઈ શકે છે.


ક્યારેક કારનો દરવાજો લોક થવાના અકસ્માતો પણ આવતા રહે છે. જેમાં ઘણી વખત લોકો પોતાનો જીવ ગુમાવે છે અને તેનું કારણ માહિતીનો અભાવ હોય છે. વાસ્તવમાં, જ્યારે પણ કારના બધા દરવાજા લોક હોય છે, ત્યારે ગભરાવાની જગ્યાએ કારની અંદર કોઈ તીક્ષ્ણ વસ્તુ જોવાની સલાહ આપવામાં આવે છે. જેથી તમે સાઇડ મિરર્સ તોડીને બહાર નીકળી શકો અને હેડરેસ્ટ તમને આમાં મદદ કરે છે. હેડરેસ્ટનો ભાગ જે સીટની અંદર છે. તીક્ષ્ણ અને ધાતુથી બનેલું હોય છે. કારનો દરવાજો લૉક થઈ જવાની સ્થિતિમાં, તે આસાનીથી બાજુનો કાચ તોડી શકે છે, પરંતુ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આગળનો કાચ તોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે તે એકદમ મજબૂત હોય છે. તેને તોડવામાં સમય બગાડવો નહીં જોઇએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top