‘મારી પાસે પૂરતો સમય છે, હું રાંચી પાછો જઈશ અને..’, IPL રમવા પર આ શું બોલી ગયો ધોની?
MS Dhonis Big IPL Retirement Revelation: IPLની પોતાની છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની જીત બાદ, મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના IPL ભવિષ્ય અંગે સ્થિતિ સ્પષ્ટ કરી નથી. ધોનીએ કહ્યું કે તે આ નિર્ણય માટે થોડો સમય લેશે અને આગામી થોડા મહિનામાં નક્કી કરશે કે તે આગામી સીઝનમાં રમશે કે નહીં.
મેચ બાદ ધોનીએ કહ્યું કે, ‘મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે. કોઈ ઉતાવળ નથી કે શું કરવાનું છે. દર વર્ષે શરીરને ફિટ રાખવા માટે 50 ટકાથી વધુ મહેનત લાગે છે. આ ક્રિકેટનું સર્વોચ્ચ સ્તર છે. જો ખેલાડી પ્રદર્શનના આધારે નિવૃત્તિ લેવા લાગ્યા, તો ઘણા 22 વર્ષની ઉંમરે નિવૃત્ત લઈ લેશે. જરૂરી એ છે કે તમારી ભૂખ કેટલી છે, તમે કેટલા ફિટ છો અને તમે ટીમમાં કેટલું યોગદાન આપી શકો છો, અને શું ટીમને તમારી જરૂરિયાત છે. મારી પાસે પૂરતો સમય છે. હું રાંચી પાછો જઈશ, ઘણા સમયથી ઘરે ગયો નથી. હું થોડી બાઇક રાઇડનો આનંદ માણીશ, પછી 2-3 મહિના બાદ નિર્ણય લઇશ. હું એમ કહી રહ્યો નથી કે હું હવે ખતમ થઈ ગયો છું અને હું એમ પણ નથી કહેતો કે હું વાપસી કરીશ. મારી પાસે સમયની સુવિધા છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની મેચ નંબર-67માં, ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે 83 રનથી જીત મેળવી હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેની આખી ટીમ 18.3 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
વર્તમાન સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી મેચ હતી, એટલે કે તેણે જીત સાથે વિદાય લીધી. ચેન્નાઈ સુપર કિંગ્સે 14 મેચ રમી જેમાંથી તેને 4 મેચમાં જીત મળી. ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સની 14 મેચમાં આ 5મી હાર હતી. ગુજરાત ટાઇટન્સ હજુ પણ 18 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. ગુજરાત ટોપ-2માં રહેશે કે નહીં તે આગામી લીગ મેચો દ્વારા નક્કી થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp