NASAના સૂર્યયાન પાર્કર સોલર પ્રોબે બનાવ્યા આ બે રેકોર્ડ, જાણો વિગતે

NASAના સૂર્યયાન પાર્કર સોલર પ્રોબે બનાવ્યા આ બે રેકોર્ડ, જાણો વિગતે

09/30/2023 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

NASAના સૂર્યયાન પાર્કર સોલર પ્રોબે બનાવ્યા આ બે રેકોર્ડ, જાણો વિગતે

NASAના પાર્કર સોલર પ્રોબે સૂરજની ચારેય તરફ 17મું ચક્કર લગાવ્યું. આ દરમિયાન તેણે બે રેકોર્ડ બનાવી નાખ્યા. પહેલો તો એ કે તે સૂરજની ખૂબ નજીક ગયું. બીજો રેકોર્ડ તેની સ્પીડનો છે. તે ખૂબ જ ઝડપથી અંતરીક્ષમાં ચક્કર લગાવી રહ્યું છે. પાર્કર સોલર પ્રોબ સૂરજની સપાટીથી માત્ર 72.60 લાખ કિલોમીટર અંતરથી નીકળ્યું. પાર્કર સોલર પ્રોબ આ સમયે 6.35 લાખ કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પસાર થઈ રહ્યું છે. પાર્કર સોલર પ્રોબે આ બંને રેકોર્ડ 27 સપ્ટેમ્બર 2023ના રોજ બનાવ્યા છે. ત્યારે તે સૂરજની નજીક લગભગ 17મી વખત ગયું હતું. સૂરજની સપાટીથી એ અત્યાર સુધીની સૌથી ઓછી દૂરી હતી. આ યાત્રામાં શુક્ર ગ્રહની ગ્રેવિટીએ મદદ કરી. તેણે 21 ઑગસ્ટ 2023ના રોજ શુક્રની બાજુમાં ફ્લાઇબાઈ કર્યું હતું.


સ્વાસ્થ્ય સારું છે સોલર પ્રોબનું:

શુક્ર ગ્રહની ગ્રેવિટીનો ફાયદો ઉઠાવતા પાર્કર સોલર પ્રોબે સૂરજની નજીક જઈને દેખાડ્યું. તેજ ગતિમાં ત્યાંથી નીકળી પણ ગયું. NASAએ જણાવ્યું કે, પાર્કર સોલર પ્રોબના બધા હિસ્સા સુરક્ષિત છે. તેનું સ્વાસ્થ્ય સારું છે. અત્યારે સિસ્ટમ સારી રીતે કામ કરી રહી છે. પ્રોબ 4-19 ઓક્ટોબર વચ્ચે ધરતીને પોતાના ડેટા મોકલશે.


સૌર તોફાનમાં પણ ફસાયું હતું પાર્કર:

સૌર તોફાનમાં પણ ફસાયું હતું પાર્કર:

થોડા દિવસ અગાઉ જ એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દેખાડવામાં આવ્યું હતું કે પાર્કર સોલર પ્રોબે સૂરજથી નીકળતી સોલર લહેરને પણ પાર કરી લીધી. આ દરમિયાન તેના કેમેરાએ સૌર લહેરનો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે સોલર પ્રોબના કેમેરા સામે કોરોનલ માસ ઇન્જેક્શન (CME) નીકળી રહ્યું છે. તેમાંથી અવાજ પણ આવી રહ્યો હતો.


સૌર તોફાન સહન કરી ગયું પાર્કર:

હેરાનીની વાત એ છે કે તે આ સૌર લહેરમાં પોતાને સુરક્ષિત બચાવી લઈ ગયું. સાથે જ તેણે તસવીર લીધી અને વીડિયો પણ બનાવ્યો. જોન્સ હોપકિન્સ એપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરી મુજબ સૌર લહેર ઘણી વખત આટલા તાકતવાન મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે જે અબજો ટન પ્લાઝ્મા છોડે છે. તેમાંથી ઘણા તો 96.56 થી 3057.75 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચાલે છે. સપ્ટેમ્બરમાં જ આ ટક્કર અગાઉ તેની આસપાસ જે સૌર કણ આવી રહ્યા હતા તેની ગતિ 1351.84 કિલોમીટર પ્રતિ સેકન્ડ હતી. આ વીડિયો અને ડેટાથી વૈજ્ઞાનિકોને એ જાણકારી મળશે કે આ કણ કેવી રીતે બને છે. કેવી રીતે ચાલે છે. પાર્કર સોલર પ્રોબ હકીકતમાં સૂરજની સ્ટડી માટે જ બનાવવામાં આવ્યું છે. આ ઇતિહાસનું સૌથી ઝડપથી ચાલતું અંતરીક્ષયાન છે.


સૌર ધૂળના અભ્યાસમાં કરશે મદદ:

સૌર ધૂળના અભ્યાસમાં કરશે મદદ:

પાર્કર સોલર પ્રોબમાં ખાસ પ્રકારના હિટશીલ્ડ લાગ્યા છે. સાથે જ ઓટોનોમસ સિસ્ટમ છે જે તેને સૂરજના તોફાનથી બચાવતા રહે છે. પાર્કરે પહેલું સૌર તોફાન સહન કર્યું, જ્યારે તે સૂરજની સપાટીથી 5.70 કરોડ કિલોમીટર દૂર હતું. આ સૌર તોફાનોનો અભ્યાસ કરવાથી એ જાણકારી મળશે કે અંતરીક્ષમાં ગ્રહો વચ્ચે જે સૌર ધૂળ ઊડે છે. તેનું શું કામ છે. તે કોઈ પણ ગ્રહની ગ્રેવિટી, વાયુમંડળ કે મેગ્નેટિક ફિલ્ડ પર કયા પ્રકારે અસર નાખે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top