અંતરીક્ષમાંથી કેવી રીતે પાછી આવશે સુનિતા વિલિયમ્સ? NASAએ કહી ચોંકાવનારી વાત
ભારતીય મૂળની અમેરિકન અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર પૃથ્વી પર ક્યારે પરત ફરશે તે અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. છેલ્લા 2 મહિનાથી તેના પર સવાલો ઉઠી રહ્યા છે કે આખરે તેમને પૃથ્વી પર કેવી રીતે લાવવામાં આવશે. આ દરમિયાન NASAએ ચોંકાવનારી વાત કહી છે. NASAએ કહ્યું છે કે તેણે હજુ એ નિર્ણય લીધો નથી કર્યું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માંથી 2 અંતરીક્ષયાત્રીઓને કેવી રીતે લાવવામાં આવે, કેમ કે તેમના અંતરીક્ષ યાનમાં બાહ્ય યાત્રા દરમિયાન ખામી સર્જાઇ ગઇ હતી.
બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અંતરીક્ષ એજન્સીએ જણાવ્યું હતું કે, બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ, જેઓ જૂનમાં ISS પર આઠ દિવસ સુધી રહેવાની આશાથી ગયા હતા, પરંતુ હવે તેમને ફેબ્રુઆરી 2025 સુધી ત્યાં રહેવું પડી શકે છે. સુનીતા અને બૂચ બોઇંગ સ્ટારલાઇનરથી પહોંચ્યા હતા. આ અંતરીક્ષયાનનો ઉપયોગ કરનાર એ પહેલું ચાલક દળ હતું, પરંતુ માર્ગમાં અંતરીક્ષયાનના થ્રસ્ટર્સમાં ખામી સર્જાઈ અને હિલીયમ લીક થઈ ગઇ, ત્યારબાદ શંકા ઉત્પન્ન થઇ ગઇ કે શું તેમને પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત લાવવામાં આવશે. હાલમાં આ જોડી અંતરીક્ષમાં ફસાયેલી છે અને તેમને ક્યારે પાછા લાવવામાં આવશે તે અંગે કોઈને ખ્યાલ નથી.
સુનિતા વિલિયમ્સ અને બૂચ અંતરીક્ષના માર્ગમાં યાનના થ્રસ્ટરમાં ખામી સર્જાવાથી ફસાયા. એવામાં સવાલ ઊભો થાય છે કે આખરે તે આટલું જરૂરી કેમ હોય છે? તો ચાલો તમને જણાવીએ કે જ્યારે ભ્રમણકક્ષામાંથી નીચે ઉતરવાનો સમય આવે છે, ત્યારે કેપ્સ્યુલને યોગ્ય સ્થિતિમાં રાખવા માટે થ્રસ્ટર્સ જરૂરી છે. ઓટલે કે NASA સ્ટારલાઇનરનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લે છે, જે બાબતે બોઇંગ કહ્યું છે કે તે તેમને સુરક્ષિત રીતે પરત લાવવામાં સક્ષમ છે, તો તેઓ સ્પેસએક્સની આગામી ફ્લાઇટમાં સવાર થઇ જશે, જેનો અર્થ છે કે તેમને આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી સ્પેસ સ્ટેશન પર જ રહેવું પડશે. જો આમ થાય તો સમજવું કે સુનીતા અને બૂચે 8 મહિના અંતરીક્ષમાં વિતાવવા પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp