NIA raids : દેશના 6 રાજ્યોમાં 122 સ્થળે NIA એ છાપા માર્યા! ગેન્ગસ્ટર્સ અને આતંકવાદીઓના નેટવર્ક

NIA raids : દેશના 6 રાજ્યોમાં 122 સ્થળે NIA એ છાપા માર્યા! ગેન્ગસ્ટર્સ અને આતંકવાદીઓના નેટવર્ક સામે મોટી કાર્યવાહી!

05/17/2023 National

SidhiKhabar

SidhiKhabar

NIA raids : દેશના 6 રાજ્યોમાં 122 સ્થળે NIA એ છાપા માર્યા! ગેન્ગસ્ટર્સ અને આતંકવાદીઓના નેટવર્ક

NIA raids: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગેંગસ્ટર-ટેરર લિંક કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ દેશના 6 રાજ્યોમાં 122 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.


એકલા પંજાબના જ 60 સ્થળોએ દરોડા!

એકલા પંજાબના જ 60 સ્થળોએ દરોડા!

NIA દ્વારા ગેંગસ્ટર્સ અને આતંકવાદીઓ વચ્ચેની લિંક તોડવા માટે બુધવારે સવારે મોટું ઓપરેશન હાથ ધરાયુ છે. જે રાજ્યોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે તેમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. NIAને જાણવા મળ્યું છે કે આતંકવાદી સંગઠનો દેશમાં ફરી એકવાર પોતાના મૂળિયા સ્થાપિત કરવા માંગે છે અને આ માટે તેમણે સ્થાનિક ગુનેગારો સાથે ગઠબંધન કર્યું છે. ફંડિંગ પણ આ ષડયંત્રનો મહત્વનો ભાગ છે.

જે સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાંથી લગભગ 60 એકલા પંજાબમાં છે. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ NIAએ દેશવ્યાપી દરોડા પાડ્યા હતા.

અગાઉ 21 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા 70 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દિલ્હી અને તેની આસપાસ અને રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પાડવામાં આવ્યા હતા.


'ધી રેઝિસ્ટન્સ ફ્રન્ટ'ના આતંકવાદી ફૈઝલ સામે ચાર્જશીટ

'ધી રેઝિસ્ટન્સ ફ્રન્ટ'ના આતંકવાદી ફૈઝલ સામે ચાર્જશીટ

અગાઉ, એનઆઈએએ સોમવારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની પાંખ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટની પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કેસમાં એક આરોપી વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. NIAના પ્રવક્તાએ જણાવ્યું કે જમ્મુના તાલાબ ખટીકન વિસ્તારનો રહેવાસી ફૈઝલ મુનીર ઉર્ફે અલી ભાઈ આ કેસમાં ચાર્જશીટમાં નામ આપવામાં આવેલ ચોથો આરોપી છે.

NIAએ 18 નવેમ્બર, 2021ના રોજ આ કેસ નોંધ્યો હતો. એજન્સીએ પટિયાલા હાઉસ ખાતેની વિશેષ NIA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો, આર્મ્સ એક્ટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ મુનીર પર આરોપ મૂક્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top