પુષ્પા બાદ હવે સામંથા રૂથ પ્રભુ 'યશોદા' બનીને નવા જ આઈટમ સોંગ માં જોવા મળશે; 'ઓ એન્ટાવા' કરતાં

પુષ્પા બાદ હવે સામંથા રૂથ પ્રભુ 'યશોદા' બનીને નવા જ આઈટમ સોંગ માં જોવા મળશે; 'ઓ એન્ટાવા' કરતાં પણ મોટા ધમાકાની તૈયારી!

07/19/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

પુષ્પા બાદ હવે સામંથા રૂથ પ્રભુ 'યશોદા' બનીને નવા જ આઈટમ સોંગ માં જોવા મળશે; 'ઓ એન્ટાવા' કરતાં

સાઉથની ફિલ્મોની સાથે સાથે સાઉથ સ્ટાર્સને લઈને પણ આખા દેશમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. સામંથા રૂથ પ્રભુએ ફિલ્મ 'પુષ્પા'ના 'ઓ અંતવા' ગીતથી સ્ક્રીન પર એવી આગ લગાવી કે દરેક વ્યક્તિ તેના દિવાના બની ગયા. હવે સમાચાર છે કે બહુ જલ્દી તેનો આ સિઝલિંગ અવતાર ફરી એકવાર સ્ક્રીન પર જોવા મળવાનો છે.


સમંથા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ યશોદાને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 12 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આમાં વરલક્ષ્મી સરથકુમાર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક સાયન્સ-ફિક્શન થ્રિલર ફિલ્મ છે અને તેમાં સામંથાનો સિઝલિંગ અવતાર ફરીથી જોવા મળશે.


રિપોર્ટ્સ અનુસાર, 'યશોદા'માં સામંથા પર એક ધમાકેદાર ગીત ફિલ્માવવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ફિલ્મ નિર્માતાઓ હૈદરાબાદમાં ભવ્ય સેટ તૈયાર કરીને ગીતનું શૂટિંગ કરી રહ્યા છે. આ ગીતને 'ઓ અંતવા' ગીત કરતાં પણ મોટા સ્કેલ પર હિટ કરવાની સંપૂર્ણ યોજના છે. ગીતનો મૂડ બિલકુલ એવો જ હશે. નિર્માતાઓ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.


યુવા અને પ્રતિભાશાળી મલયાલમ અભિનેતા ઉન્ની મુકુંદન પણ 'યશોદા'માં અભિનય કરી રહ્યો છે. આ ફિલ્મ શ્રીદેવી મૂવીઝ બેનર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં રાવ રમેશ, મુરલી શર્મા, સંપત રાજ, શત્રુ, મધુરિમા, કલ્પિકા ગણેશ, દિવ્યા શ્રીપદા અને પ્રિયંકા શર્મા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તે તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. ઉપરાંત, તેનું ડબ વર્ઝન હિન્દી, મલયાલમ અને કન્નડમાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top