ક્રિસમસના દિવસે ઈઝરાયેલે ગાઝા પર કરી મોટી એર સ્ટ્રાઈક, આટલા લોકોના મોત

ક્રિસમસના દિવસે ઈઝરાયેલે ગાઝા પર કરી મોટી એર સ્ટ્રાઈક, આટલા લોકોના મોત

12/25/2023 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ક્રિસમસના દિવસે ઈઝરાયેલે ગાઝા પર કરી મોટી એર સ્ટ્રાઈક, આટલા લોકોના મોત

Israel-Hamas War: આજે સમગ્ર વિશ્વ ક્રિસમસનો તહેવાર ઉજવી રહ્યું છે ત્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આજે પણ યુદ્ધ ચાલુ જ છે. ઈઝરાયેલે ક્રિસમસના દિવસે ગાઝા પર મોટી એર સ્ટ્રાઈક કરી છે. ઈઝરાયેલે ક્રિસમસની પૂર્વ સંધ્યાથી લઈને આજે સવાર સુધી ગાઝા પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં લગભગ 70 લોકોના મોત થઈ ગયા છે.


'નરસંહાર' ગણાવ્યો

ગાઝામાં થયેલા 70 મોત બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. લોકો પોતાના સ્વજનોના મૃતદેહ લઈને ભાગતા નજર આવી રહ્યા છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ ઈઝરાયેલના આ હુમલાને 'નરસંહાર' ગણાવ્યો છે. આ હુમલો અલ-મગાજી શરણાર્થી શિબિર પર કરવામાં આવ્યો છે.


ફ્રીડમ થિયેટરએ કહ્યું કે

ફ્રીડમ થિયેટરએ કહ્યું કે

ઈઝરાયેલના આ હુમલા પર ફ્રીડમ થિયેટરએ કહ્યું કે અધિકૃત વેસ્ટ બેંકમાં જેનિન શરણાર્થી શિબિર પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેનિન-આધારિત થિયેટર કંપનીએ X પર એક પોસ્ટમાં લખ્યું કે ક્રિસમસ ડેની શરૂઆત જેનિન શરણાર્થી શિબિર પર બીજા હુમલા સાથે શરૂ થઈ છે. ફ્રીડમ થિયેટરના નિર્માતા મુસ્તફા શેટાને ઈઝરાયેલની સેનાએ 13 ડિસેમ્બરે ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ કસ્ટડીમાં છે. 


ઈઝરાયેલી સેનાનું કહેવું કે

બીજી તરફ આ સમગ્ર મામલે ઈઝરાયેલની સેનાએ પણ નિવેદન જારી કર્યું છે. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે, તેઓ આ ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે. સેનાનું કહેવું છે કે, તેઓ હમાસને નિશાન બનાવવા માંગે છે સામાન્ય લોકોને નહીં. 7 ઓક્ટોબરના રોજ હમાસે સૌથી પહેલા ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધુ હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top