“21 જુલાઈએ 15 હિંદુ યુવતીઓ અને 8 યુવાનોને ઇસ્લામ અંગીકાર કરાવડાવીશ” કોંગ્રેસ-SP સાથે જોડાયેલ મૌ

“21 જુલાઈએ 15 હિંદુ યુવતીઓ અને 8 યુવાનોને ઇસ્લામ અંગીકાર કરાવડાવીશ” કોંગ્રેસ-SP સાથે જોડાયેલ મૌલાનાની જાહેરાત બાદ શું થયું, જાણો

07/17/2024 National

SidhiKhabar

SidhiKhabar

“21 જુલાઈએ 15 હિંદુ યુવતીઓ અને 8 યુવાનોને ઇસ્લામ અંગીકાર કરાવડાવીશ” કોંગ્રેસ-SP સાથે જોડાયેલ મૌ

ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IEMC)ના વડા મૌલાના તૌકીર રઝા ફરી એકવાર સમાચારમાં છે. તેણે ગઈકાલે એક કાર્યક્રમ અંગે જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ 21મી જુલાઈના રોજ સવારે બરેલીની ખલીલ હાયર સેકન્ડરી સ્કૂલમાં મૌલાના દ્વારા સામૂહિક ધર્માંતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જાહેરાત મુજબ બરેલીની ખલીલ હાયર સેકન્ડરી સ્કુલમાં 21 જુલાઈની સવારે 11 વાગ્યે પાંચ યુગલોનું ધર્મ પરિવર્તન કરાવીને એમને ઇસ્લામ અંગીકાર કરાવવાની વાત હતી. આ માટે મૌલાનાએ પ્રશાસન પાસે પરવાનગી માંગી હતી. આ યુગલો પૈકી કેટલાક મધ્યપ્રદેશના, તો કેટલાક ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા હોવાનું મનાય છે. મૌલાનાની આ પ્રકારની જાહેરાતથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.


મૌલાનાએ કહ્યું કે “આ લોકો પહેલેથી જ...”

મૌલાનાએ કહ્યું કે “આ લોકો પહેલેથી જ...”

મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે યુગલો સહિત કુલ 23 લોકો ઇસ્લામ અપનાવશે. આ લોકોમાં 15 યુવતીઓ અને 8  યુવકોનો સમાવેશ થાય છે. આ બધા ક્યાંક ને ક્યાંક સાથે ભણતા કે કામ કર્રતા હતા. જ્યાં એમની વચ્ચે સંબંધ બંધાયો. કેટલાક તો પહેલેથી જ લીવ-ઇનમાં રહેવા માંડ્યા છે અને ઇસ્લામ અપનાવી ચૂક્યા છે. 23 તારીખે એમને વિધિવત રીતે ઇસ્લામમાં સામેલ કરવામાં આવશે.

વધુમાં મૌલાનાએ ઉમેર્યું કે અનેક મુસ્લિમ યુવતીઓ ઇસ્લામ છોડી ચૂકી છે, જેથી ઇસ્લામમાં માનનારા યુવાનોમાં ભારે રોષ છે. મેં ખાલી સેફ્ટી વાલ્વનું કામ કર્યું છે. મુસ્લિમ યુવતીઓ હિંદુ બની ત્યારે હિંદુ આગેવાનો ચૂપ રહ્યા, આથી હવે કોઈ ઇસ્લામ અપનાવે એમાં પણ કોઈ સંગઠન વિરોધ નહિ કરી શકે.


બરેલી પોલીસે કડકાઈ દાખવી પછી...

બરેલી પોલીસે કડકાઈ દાખવી પછી...

મૌલાના તૌકીર રઝાએ જાહેરાત તો કરી દીધી, પણ પછી હિંદુ સંગઠનોના વિરોધ બાદ પોલીસે કડકાઈ દાખવતા પોતાની સફાઈ પેશ કરી હતી. તૌકીરના કહેવા મુજબ આ યુગલો પહેલેથી જ પતી-પત્નીની માફક સાથે રહે છે. મેં તો માત્ર એમના લગ્ન કરાવી આપવા માટે પરમિશન માંગી હતી. આ પાંચ યુગલો અન્ય ધર્મના છે, એટલે પહેલા તેઓ પોતાની મરજીથી ઇસ્લામ કબૂલ કરશે, એ પછી ઇસ્લામિક વિધિ મુજબ એમના લગ્ન કરાવવામાં આવશે. તૌકીર રઝાએ કહ્યું કે એણે ધર્મ પરિવર્તન માટે કોઈ પરમિશન નથી માંગી, માત્ર લગ્ન માટે પરમિશન માંગવામાં આવી છે.

વધુમાં તૌકીર રઝાએ કહ્યું કે બરેલીના એક મંદિરમાં 100 થી વધુ લગ્ન કરાવવામાં આવ્યા હતા, જેને ‘ઘર વાપસી’નું નામ અપાયું હતું. એ વખતે કોઈ નિયમો કે કાયદાકીય પ્રક્રિયા પાળવામાં નહોતા આવ્યા કે પરવાનગી લેવામાં નહોતી આવી. જો પ્રશાસન એ લોકો સામે પગલા લે, તો હું મારો કાર્યક્રમ અટકાવી દેવા તૈયાર છું.


SP અને કોંગ્રેસમાં રહી ચૂક્યો છે મૌલાના તૌકીર રઝા

SP અને કોંગ્રેસમાં રહી ચૂક્યો છે મૌલાના તૌકીર રઝા

તૌકીર રઝા મૂળે એક ધાર્મિક નેતા છે. એણે 2001 માં ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ નામની રાજકીય પાર્ટી સ્થાપેલી, અને પોતાના પહેલા જ ઇલેક્શનમાં આ પાર્ટી નાગર પાલિકામાં 10 સીટ્સ જીતી લાવેલી. 2009માં તૌકીર રઝા કોંગ્રેસમાં જોડાઈ ગયેલો, અને એના કહેવાથી મુસ્લિમ મતદારોએ 2009ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરીને 6  વખત લોકસભા સાંસદ રહી ચૂકેલા બીજેપી નેતા સંતોષ ગંગવારને હરાવ્યા હતા. માર્ચ, 2010માં પોલીસે ધાર્મિક દંગા ભડકાવવાના આરોપસર તૌકીર રઝાની ધરપકડ કરી. 2012ની વિધાન્સ્સાભા ચૂંટણીઓ વખતે તૌકીરે સમાજવાદી પાર્ટીને સમર્થન આપ્યું. 2013 માં અખિલેશ યાદવે તૌકીરને હેન્ડલુમ નિગમણો ઉપાધ્યક્ષ બનાવેલો! તૌકીર એ પછી સપામાં જોડાયો, પણ મુઝફ્ફરનગરના તોફાનો બાદ એ માયાવતી સાથે જોડાયો. 2007માં એણે બાંગ્લાદેશની સુધારાવાદી લેખિકા તસલીમા નસરીનનું માઠું કાપી લાવનારને 5 લાખનું ઇનામ આપવાની ઘોષણા પણ કરેલી! 2022માં બરેલીના એક ધાર્મિક આયોજનને સંબોધિત કરતા એણે કહેલું કે, “હું હિંદુ ભાઈઓને ચેતવણી આપવા માંગુ છું, કે જો મુસ્લિમ યુવાનો કાયદો હાથમાં લેશે, તો તમને આખા ભારતમાં ક્યાંય સંતાવાની જગ્યા નહિ મળે!”


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top