4 જૂને શેરબજારમાં જોરદાર ઘટાડોનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ..! રોકાણોના 30 લાખ કરોડ...’ જાણો

4 જૂને શેરબજારમાં જોરદાર ઘટાડોનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ..! રોકાણોના 30 લાખ કરોડ...’ જાણો વિગત

06/08/2024 Business

SidhiKhabar

SidhiKhabar

4 જૂને શેરબજારમાં જોરદાર ઘટાડોનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ..! રોકાણોના  30 લાખ કરોડ...’ જાણો

Supreme Court : 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે સામાન્ય રોકાણકારોને લગભગ 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સમગ્ર મામલાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાનું કહ્યું છે. વિગતો મુજબ શેરબજારમાં ભારે ઘટાડા અને 30 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે.


સામાન્ય નાગરિકોને તે જાણવાનો અધિકાર

સામાન્ય નાગરિકોને તે જાણવાનો અધિકાર

વકીલ વિશાલ તિવારીએ 7 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બજાર નિયામક સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી) અને કેન્દ્ર સરકારને 4 જૂને શેરબજારમાં થયેલા ઘટાડા અંગે તપાસ અહેવાલ દાખલ કરવાની માગણી કરી હતી.અરજદારે આ અરજીને અદાણી-હિંડનબર્ગ કેસ સાથે જોડી છે. વિશાલ તિવારીએ અદાણી-હિંડનબર્ગ કેસમાં સેબીના તપાસ અહેવાલને સાર્વજનિક કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે સામાન્ય નાગરિકોને તે જાણવાનો અધિકાર છે. આ અરજીમાં કોર્ટને અદાણી-હિંડનબર્ગ મુદ્દા પર તેની તપાસ અહેવાલ દાખલ કરવા અને નિષ્ણાત સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા નિર્દેશોને અમલમાં મૂક્યા છે કે, કેમ તે અંગે સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા સેબીને નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.


અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ

અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ

અરજદારના જણાવ્યા મુજબ જોકે કોર્ટે માર્કેટ રેગ્યુલેટરને નિષ્ણાત સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાને અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ આ સુધારાઓ લાગુ કરવામાં આવ્યા હતા કે, નહીં તે અંગે કોઈ દસ્તાવેજ દાખલ કરવામાં આવ્યો ન હતો. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સેબીએ અદાણી-હિંડનબર્ગ કેસની પેન્ડિંગ તપાસ પૂર્ણ કરી છે કે કેમ તેની જાણ સુપ્રીમ કોર્ટ અથવા સામાન્ય જનતાને કરી નથી.હિંડનબર્ગ રિસર્ચનો અહેવાલ બહાર આવ્યાના લગભગ એક વર્ષ બાદ ગ્રૂપને રાહત આપતાં 3 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે સિક્યોરિટીઝ કાયદાના ઉલ્લંઘનના આરોપોની તપાસ વિશેષ તપાસ ટીમ દ્વારા ટ્રાન્સફર કરવાની અદાણી ગ્રૂપની કંપનીઓની અરજીને ફગાવી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top