Business : અદાણીનું નામ જોડાતા જ આ શેર રોકેટ બન્યો; માત્ર બે દિવસમાં આપ્યું 20%થી વધુ વળતર

Business : અદાણીનું નામ જોડાતા જ આ શેર રોકેટ બન્યો; માત્ર બે દિવસમાં આપ્યું 20%થી વધુ વળતર

01/04/2023 Business

SidhiKhabar

SidhiKhabar

Business : અદાણીનું નામ જોડાતા જ આ શેર રોકેટ બન્યો; માત્ર બે દિવસમાં આપ્યું 20%થી વધુ વળતર

બિઝનેસ ડેસ્ક : ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી જે બિઝનેસમાં હાથ નાખે તેમાં ખળભળાટ મચાવી દે છે. તાજેતરમાં તેઓ સિમેન્ટ સેક્ટરમાં પોતાની કેપેસિટી વધારી રહ્યા છે. હોલ્સિમ સિમેન્ટ પાસેથી એસીસી (ACC) અને અંબુજા સિમેન્ટ (Ambuja Cement)ની ખરીદી પછી તેઓ ઓરિયેન્ટ સિમેન્ટ (Orient Cement)ને ખરીદવા માટે વાતચીત કરી રહ્યા છે. આ સમાચારના કારણે ઓરિયેન્ટ સિમેન્ટના શેરમાં તેજી આવી છે અને માત્ર બે દિવસમાં શેર 21 ટકા વધી ગયો છે.


સિમેન્ટમાં પ્રમોટર્સનો હિસ્સો ખરીદે તેવી વાતો

સિમેન્ટમાં પ્રમોટર્સનો હિસ્સો ખરીદે તેવી વાતો

હાલમાં ગૌતમ અદાણી (Gautam Adani) ભારતની બીજા ક્રમની સૌથી મોટી સિમેન્ટ કંપનીના માલિક છે. તેઓ ઓરિયન્ટ સિમેન્ટમાં પ્રમોટર્સનો હિસ્સો ખરીદે તેવી વાતો થઈ રહી છે. જોકે, બુધવારે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અદાણી અને ઓરિયેન્ટ સિમેન્ટ વચ્ચે હાલમાં કોઈ ડીલ નક્કી નથી થઈ.

આજે BSE પર ઓરિયેન્ટ સિમેન્ટનો શેર (Orient Cement Share) 12 ટકા વધીને 148.70ના લેવલ પર પહોંચી ગયો હતો. પરંતુ સિમેન્ટ કંપનીએ અદાણી સાથે કોઈપણ વાતચીત થઈ હોવાનો ઈનકાર કર્યો ત્યાર પછી શેર ઘટવા લાગ્યા હતા. બપોરે 2.30 વાગ્યે બીએસઈ પર ઓરિયેન્ટ સિમેન્ટનો શેર 5.66 ટકા વધીને 140 પર ચાલતો હતો. બીજી જાન્યુઆરીએ શેર 122.50 પર હતો તેમાંથી વધીને બે દિવસની અંદર 148 રૂપિયાને પાર કરી ગયો હતો.


ઓરિયેન્ટ સિમેન્ટ (Orient Cement)માં કોનો કેટલો હિસ્સો છે?

ઓરિયેન્ટ સિમેન્ટ (Orient Cement)માં કોનો કેટલો હિસ્સો છે?

30 સપ્ટેમ્બર 2022ના આંકડા પ્રમાણે આ સિમેન્ટ કંપનીમાં તેના પ્રમોટર્સ 37.90 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે વીમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે આ કંપનીમાં 11.30 ટકા હિસ્સો છે. આ કંપનીમાં વિદેશી રોકાણકારો 6.43 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત રિટેલ રોકાણકારો 22.24 ટકા અને હરિમોહન બાંગરે પાસે 1.59 ટકા સ્ટેક છે.


સિમેન્ટ ઉત્પાદનમાં અદાણી બીજા ક્રમે

સિમેન્ટ ઉત્પાદનમાં અદાણી બીજા ક્રમે

વર્ષ 2023માં આ કંપનીના શેરમાં લગભગ 11 ટકાનો ઘટાડો થયો હતો. ઓરિયેન્ટ સિમેન્ટની 52 અઠવાડિયાની ઉંચી સપાટી 184 રૂપિયા અને બાવન સપ્તાહની નીચી સપાટી 95.65 છે. છેલ્લા એક મહિનામાં આ શેરમાં 7.12 ટકાનો વધારો થયો છે જ્યારે છ મહિનામાં આ શેર 21 ટકા વધ્યો છે.

અદાણી જૂથ તાજેતરમાં ઘણા બિઝનેસમાં આક્રમક રીતે વિસ્તરણ કરે છે જેમાંથી સિમેન્ટ બિઝનેસનો પણ સમાવેશ થાય છે. અત્યારે સિમેન્ટ ઉત્પાદનમાં અદાણી બીજા ક્રમે છે જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની પ્રથમ સ્થાને છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top