Manmohan Singh Death News: પૂર્વ PM મનમોહન સિંહના નિધન પર પાકિસ્તાનનું આ ગામ શોકમાં ડૂબ્યું, જા

Manmohan Singh Death News: પૂર્વ PM મનમોહન સિંહના નિધન પર પાકિસ્તાનનું આ ગામ શોકમાં ડૂબ્યું, જાણો શું હતો સંબંધ

12/28/2024 World

SidhiKhabar

SidhiKhabar

Manmohan Singh Death News: પૂર્વ PM મનમોહન સિંહના નિધન પર પાકિસ્તાનનું આ ગામ શોકમાં ડૂબ્યું, જા

Gah village: દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનથી સમગ્ર ભારતમાં શોકની લહેર છે. તો, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લાના ગાહ ગામના લોકો પણ પૂર્વ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી ખૂબ જ દુઃખી છે. ગામના લોકોનું કહેવું છે કે અમને લાગે છે કે અમારા પરિવારના કોઇ સભ્યનું નિધન થયું છે, તેઓ અમારાથી દૂર જતા રહ્યા છે. ગાહ ગામના રહેવાસી અલ્તાફ હુસૈને PTIને જણાવ્યું કે ગામના છોકરા મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરવા માટે સ્થાનિક લોકોના જૂથે શોકસભા યોજી હતી. હુસૈન ગાહ ગામની એ જ શાળામાં શિક્ષક છે જ્યાં મનમોહન સિંહ ચોથા ધોરણ સુધી ભણ્યા હતા.


મનમોહન સિંહનો ગાહ ગામ સાથે શું સંબંધ છે?

મનમોહન સિંહનો ગાહ ગામ સાથે શું સંબંધ છે?

તમને જણાવી દઇએ કે મનમોહન સિંહના પિતા ગુરમુખ સિંહ કાપડના વેપારી હતા અને તેમની માતા અમૃત કૌર ગૃહિણી હતા. મનમોહન સિંહનું બાળપણ પાકિસ્તાનના ગાહ ગામમાં વીત્યું હતું અને તેમના મિત્રો તેમને 'મોહના' કહીને બોલાવતા હતા. પાકિસ્તાનનું ગાહ ગામ રાજધાની ઇસ્લામાબાદથી લગભગ 100 કિમી દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે અને મનમોહન સિંહના જન્મ સમયે તે જેલમ જિલ્લાનો ભાગ હતું, પરંતુ વર્ષ 1986માં તેને ચકવાલ જિલ્લામાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યું હતું.

મનમોહન સિંહે તેમનું પ્રાથમિક શિક્ષણ ગાહ ગામની સૌથી પ્રતિષ્ઠિત શાળામાંથી મેળવ્યું હતું. આજે પણ શાળાના રજિસ્ટરમાં તેમનો પ્રવેશ નંબર 187 છે, અને પ્રવેશની તારીખ 17 એપ્રિલ, 1937 નોંધવામાં આવી છે અને તેમની જન્મતારીખ 4 ફેબ્રુઆરી, 1932 નોંધવામાં આવી છે. તેમની જાતિ 'કોહલી' તરીકે નોંધવામાં આવી છે.


આ રીતે લોકો મનમોહનને યાદ કરી રહ્યા છે.

આ રીતે લોકો મનમોહનને યાદ કરી રહ્યા છે.

મનમોહને જ્યાં અભ્યાસ કર્યો હતો તે ગાહ ગામની શાળાના શિક્ષકે કહ્યું, “ડૉ. મનમોહન સિંહ તેમના જીવનકાળ દરમિયાન ગાહ ન આવી શક્યા, પરંતુ હવે તેઓ નથી રહ્યા, તો અમે ઇચ્છીએ છીએ કે તેમના પરિવારમાંથી કોઇ આ ગામની મુલાકાત લે. સિંહના કેટલાક સહપાઠીઓ, જેઓ હવે મૃત્યુ પામ્યા છે, તેમણે વર્ષ 2004માં વડાપ્રધાન બન્યા ત્યારે ખુશી વ્યક્ત કરી હતી. આ સહપાઠીઓના પરિવારો હજુ પણ ગાહમાં રહે છે અને સિંહ સાથેના તેમના જૂનો સંબંધ પર ગર્વ અનુભવે છે.


ભૂટાન ભાવુક થઇ ગયું

ભૂટાન ભાવુક થઇ ગયું

ભુતાનમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને એવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી કે જેને જોઇને તમે પણ ભાવુક થઇ જશો. રાજધાની થિમ્પુ સ્થિત તાશિચો દજોંગ ફોર્ટમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. અહીં, જે સિંહાસન પર ભૂતાનનિ સરકાર ચાલે છે, ત્યાં મનમોહન સિંહની તસવીર લગાવવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તમે આ જગ્યાના મહત્ત્વને આ રીતે સમજી શકો છો કે 1968થી ભૂટાનની સરકાર આ જગ્યાથી ચાલે છે. અહીંથી જ ભૂટાન સરકારના તમામ નિર્ણયો લેવામાં આવે છે. રાજાનું સિંહાસન પણ અહીં છે અને તમામ મંત્રાલયો અહીંથી ચાલે છે. અહીં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર સરકારે ભાગ લીધો હતો. ભૂટાન રોયલ સરકારના તમામ મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top