પાકિસ્તાનના આ ખેલાડી પર લાગ્યો બૉલ ટેમ્પરિંગનો આરોપ, શું હકીકતમાં બૉલ સાથે કરી છેડછાડ?

પાકિસ્તાનના આ ખેલાડી પર લાગ્યો બૉલ ટેમ્પરિંગનો આરોપ, શું હકીકતમાં બૉલ સાથે કરી છેડછાડ?

06/08/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનના આ ખેલાડી પર લાગ્યો બૉલ ટેમ્પરિંગનો આરોપ, શું હકીકતમાં બૉલ સાથે કરી છેડછાડ?

પાકિસ્તાનને ICC T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી ઉલટફેરનો શિકાર થવું પડ્યું, 6 જૂને મેજબાન અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવી. આ મેચ બાદ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફ પર બૉલ ટેમ્પરિંગનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકાના સીનિયર ક્રિકેટર રસ્ટી થેરોને સોશિયલ મીડિયાના માધ્યમથી રઉફ પર આ આરોપ લગાવ્યો અને સાથે જ સવાલ ઊભા કર્યા કે કેવી રીતે 2 ઓવર અગાઉ બદલેલા બૉલને રિવર્સ સ્વિંગ મળવા લાગ્યું હતું. આ વાત જો વેગ પકડે છે, તો હારિસ રઉફ મુશ્કેલીમાં પડી શકે છે અને ICC આ મામલે તપાસ પણ કરાવી શકે છે.


અમેરિકાએ પાકિસ્તાની ટીમને સુપર ઓવરમાં હરાવી

અમેરિકાએ પાકિસ્તાની ટીમને સુપર ઓવરમાં હરાવી

મેચની વાત કરીએ તો ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 6 જૂને અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. અમેરિકાએ ટોસ જ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સીમિત 20 ઓવરમાં પાકિસ્તાની ટીમ 7 વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શકી. શાદાબ ખાન અને શાહીન આફ્રિદીની મદદથી પાકિસ્તાની ટીમ આ સ્કોર સુધી પહોંચી શકી. જવાબમાં અમેરિકાએ પણ સીમિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા. મેચ સુપર ઓવર સુધી ગઇ, જ્યાં અમેરિકાએ 18 રન બનાવ્યા તો પાકિસ્તાની ટીમ 13 રન જ બનાવી શકી. આ રીતે અમેરિકાએ પાકિસ્તાનને હરાવી.


રસ્ટી થેરોને બૉલ ટેમ્પરિંગનો લગાવ્યો આરોપ

રસ્ટી થેરોને બૉલ ટેમ્પરિંગનો લગાવ્યો આરોપ

આ મેચ બાદ રસ્ટી થેરોને સોશિયલ મીડિયા X પર લખ્યું કે, ‘ICC શું અમે બસ એ દેખાડીશું કે પાકિસ્તાને નવા બદલેલા બૉલ સાથે કોઇ છેડછાડ નથી કરી? 2 ઓવર અગાઉ જ બદલેલો નવો બૉલ કેવી રીતે રિવર્સ સ્વિંગ કરવા લાગ્યો. તમે હકીકતમાં જોઇ શકો છો કે કઇ રીતે હારિસ રઉફ પોતાના અંગૂઠાના નખ સતત બૉલ પર ઘસી રહ્યો છે. એક સમયે લાગી રહ્યું હતું કે અમેરિકા સરળતાથી આ મેચ જીતી જશે, પરંતુ બૉલ બદલાયા બાદ એકદમ પાકિસ્તાની બૉલરોએ થોડી ટાઇટ ઓવર કરી અને ત્યારબાદ પાકિસ્તાનની મેચમાં વાપસી થઇ ગઇ હતી. જીત માટે અમેરિકાને અંતિમ ઓવરમાં 15 રન જોઇતા હતા, પરંતુ નીતિશ કુમારે છેલ્લા બૉલ પર ચોગ્ગો લગાવીને મેચને સુપર ઓવર સુધી પહોંચાડી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top