"કોંગ્રેસના જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂટી ગયો છે, નેતાઓ એકબીજાના કપડા ફાડી રહ્યાં છે..." પએમ મોદીના વા

"કોંગ્રેસના જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂટી ગયો છે, નેતાઓ એકબીજાના કપડા ફાડી રહ્યાં છે..." પએમ મોદીના વાક્પ્રહાર! જાણો શું કહ્યું

11/09/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભા સંબોધી રહ્યાં છે. પીએમ મોદી આજે મધ્યપ્રદેશના સતનામાં એક વિશાળ જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે વિકાસ કરવાની દ્રષ્ટિ નથી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના નેતાઓ એકબીજાના કપડા ફાડી રહ્યાં છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારોના પ્રચારઅર્થે જાહેરસભા સંબોધી રહ્યાં છે. આ જાહેરસભામાં નરેન્દ્ર મોદીએ, કોંગ્રસ ઉપર વાકપ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે જ્યારે સમગ્ર વિશ્વ સંકટમાં છે. ચારેબાજુ બોમ્બ અને બંદૂકોના અવાજો સંભળાઈ રહ્યા છે. ત્યારે, ભારત વિશ્વમાં પોતાના વિચારોની અસર સર્જવાનો પ્રયાસ કરી રહ્યો છે.


મતમાં રહેલી છે ત્રિશક્તિ

પીએમ મોદીએ, લોકોને મતદાનની તાકાત અંગે જણાવતા કહ્યું કે, મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તમારો એક વોટ ત્રિશક્તિથી ભરેલો છે. તમારા એક વોટથી અહીં ફરી ભાજપની સરકાર બનશે. તમારો એક મત દિલ્હીમાં મોદીને વધુ મજબૂત કરશે. તમારો એક મત ભ્રષ્ટ કોંગ્રેસને મધ્યપ્રદેશમાં સરકાર રચવાથી જોજનો દૂર રાખશે.


કોંગ્રેસ પાસે વિકાસ માટેની દ્રષ્ટિ નથી

કોંગ્રેસ પાસે વિકાસ માટેની દ્રષ્ટિ નથી

જાહેરસભામાં કોંગ્રેસ ઉપર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મતદાનને હજુ થોડા દિવસો બાકી છે. પરંતુ તે પહેલા જ કોંગ્રેસના જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂટી ગયો છે. કોંગ્રેસ પાસે મધ્યપ્રદેશના આગવા વિકાસ માટે નવો કોઈ રોડમેપ નથી. કોંગ્રેસના થાકેલા અને હતાશ થયેલા ચહેરામાં મધ્યપ્રદેશના યુવાનોને નવુ કોઈ ભવિષ્ય દેખાતું નથી. તેમણે લોકોને અપીલ કરી હતી કે મધ્યપ્રદેશને ભાજપમાં અતુટ વિશ્વાસ છે. મધ્યપ્રદેશને મોદીની ગેરંટી ઉપર પૂરેપૂરો ભરોષો છે.


રામમંદિરથી દેશ ખુશીની લહેર

​​મધ્યપ્રદેશના સતનામાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ પોતાના ભાષણમાં રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘આ દિવસોમાં હું જ્યાં પણ જાઉં છું ત્યાં અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણની વાતો થાય છે. સમગ્ર દેશમાં ખુશીની લહેર પ્રસરી છે'.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top