પંજાબના માનસામાં મોટો હોબાળો, ખેડૂતો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, અનેક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત, જાણો શું છે મામલો
Police lathi-charge farmers in Punjab's Mansa: પંજાબના માનસામાં ભારે હોબાળો થઇ ગયો છે. ખેડૂતો અને પોલીસ વચ્ચેની હિંસક અથડામણમાં અનેક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થઇ ગયા છે. પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. હિંસક અથડામણમાં 3 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને અનેક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થઇ ગયા છે. SHO ભીખીના બંને હાથ તૂટી ગયા છે. બીજી તરફ કેટલાક ખેડૂતો ઇજાગ્રસ્ત થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, માનસાના લેલેવાલા ગામમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન ખેડૂતો અને પોલીસ અધિકારીઓ સહિત ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ખેડૂતોએ માનસાથી લેલેવાલા સુધી કૂચ કરતા તણાવ વધી ગયો. ગુજરાત ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતો સરકાર સાથે અસહમત છે. પોલીસનું કહેવું છે કે જ્યારે ખેડૂતો ઉશ્કેરાઈ ગયા તો તેમણે લાઠીચાર્જ કરવો પડ્યો.
SHO ભીખીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમના બંને હાથે ગંભીર ઈજાઓ થઈ છે. અથડામણ દરમિયાન અન્ય ઘણા પોલીસ અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ તમામ ખેડૂતો તલવંડી સાબોથી સંગરુર થઈને માનસા તરફ જઇ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે ખેડૂતોને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. જેમાં કેટલાક ખેડૂતો ઇજાગ્રસ્ત પણ થયા હતા.
આ ઘટના મોડી રાત્રે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ ઘટનાસ્થળે શાંતિ છે. આ વિસ્તારમાં પોલીસ હજુ પણ સ્ટેન્ડ બાય છે. તમામ ઇજાગ્રસ્તોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇજાગ્રસ્તોની હાલત જોખમની બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ખેડૂતો પોતાની વિવિધ માગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવતીકાલે ખેડૂતો પંજાબની સરહદોથી ફરી દિલ્હી સુધી કૂચ કરશે. કોંગ્રેસના કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બજરંગ પુનિયાનું કહેવું છે કે હરિયાણા સરકાર ખેડૂતોને દિલ્હી જતા રોકી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp