કોવિડ દરમિયાન પેરોલ પર છૂટેલા સેંકડો કેદીઓ ગાયબ, શોધતાંય મળતા નથી
કોરોના દરમિયાન પેરોલ પર છૂટેલા કેદીઓએ જેલ પ્રશાસન માટે મુશ્કેલી ઊભી કરી છે. વાસ્તવમાં, ઉત્તરાખંડમાં કોવિડ -19 દરમિયાન, સુપ્રીમ કોર્ટની સૂચના પર રચાયેલી સમિતિએ ઘણા કેદીઓના પેરોલ મંજૂર કર્યા હતા. હવે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ દૂર થઇ ગયું છે, પરંતુ જેલ અધિકારીઓ માટે સંક્રમણ કાળ શરૂ થઇ ગયો છે. થયું જાણ એમ કે પેરોલ પર છૂટેલા ઘણા કેદીઓ પાછા આવ્યા જ નહીં. હવે આ મામલે જેલ પ્રશાસનની ઉંઘ હરામ થઇ ગઇ છે અને તેણે આ માહિતી તમામ જિલ્લાના ASPને મોકલી આપી છે. આ ઉપરાંત આ મામલે તમામ જેલ સુપ્રિટેન્ડેન્ટને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે.
ઉત્તરાખંડ પોલીસના LG(કાયદો અને વ્યવસ્થા) નિલેશ ભરણેએ જણાવ્યું હતું કે, કોવિડની પહેલી લહેરમાં, ઉત્તરાખંડની જેલોમાંથી 250થી વધુ દોષી કેદીઓ અને 600થી વધુ અન્ડર-ટ્રાયલ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી 581 કેદીઓ ફરાર છે. તેમણે અત્યાર સુધી જેલ પ્રશાસનનો સંપર્ક કર્યો નથી. તેમાંથી 81 દોષી છે અને 500 કેદીઓ ટ્રાયલ હેઠળ છે. મીડિયો રિપોર્ટ અનુસાર, આ કેદીઓની દેખરેખ કરવા માટે જિલ્લા સ્તરે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
પોલીસ હેડક્વાર્ટર અને જેલ પ્રશાસને તમામ જિલ્લાની પોલીસને તેમને ટ્રેક કરવા માટે કડક આદેશો આપ્યા છે. જિલ્લા પોલીસ આ તમામ ગુમ થયેલા કેદીઓની સ્થિતિની તપાસ કરશે અને તેમાંથી કેટલાને પેરોલની મુદત પૂરી થયા બાદ એક્સટેન્શન મળ્યું છે અથવા કોર્ટમાંથી જામીન મળ્યા છે અને કેટલાને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું તે જાણવા મળશે. સ્ટેટસ મળ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. કોવિડ ખતમ થયા બાદ, માર્ચ 2023માં એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યોને નિર્દેશ આપ્યો કે કોરોના કાળ દરમિયાન પેરોલ પર મુક્ત થયેલા કેદીઓ 15 દિવસની અંદર આત્મસમર્પણ કરે.
એક રિપોર્ટ અનુસાર, હાલમાં દેશભરની જેલોમાં 5 લાખથી વધુ કેદીઓ છે. તેમાં તમામ પ્રકારના કેદીઓ, દોષી અને અન્ડરટ્રાયલનો સમાવેશ થાય છે. માર્ચ 2020માં, દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેદીઓને અસ્થાયી ધોરણે મુક્ત કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. આ સમિતિઓનું ઉદ્દેશ્ય એવા કેદીઓને ઓળખવાનો હતો કે જેમને અસ્થાયી જામીન અથવા પેરોલ પર મુક્ત કરી શકાય. જેથી જેલોમાં ભીડ ઓછી થાય અને સંક્રમણ ફેલાવાનું જોખમ ટળે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp