આફ્રિકાની સેમીમાં હાર બાદ ડી કોકે લીધો વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ, જતાં જતાં બનાવી ગયો આ રેકોર્

આફ્રિકાની સેમીમાં હાર બાદ ડી કોકે લીધો વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ, જતાં જતાં બનાવી ગયો આ રેકોર્ડ

11/17/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

આફ્રિકાની સેમીમાં હાર બાદ ડી કોકે લીધો વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ, જતાં જતાં બનાવી ગયો આ રેકોર્

દક્ષિણ આફ્રિકાનો વિસ્ફોટક બેટ્સમેન અને વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ગુરુવારે રાત્રે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ કપ 2023ની સેમીફાઇનલના રૂપમાં તેણે અંતિમ વન-ડે મેચ રમી. ડી કોક વર્લ્ડ કપ શરૂ થવા અગાઉ જ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો હતો. જો કે, તે દક્ષિણ આફ્રિકા માટે T20 ક્રિકેટ રમવાની ચાલુ રાખશે. ડી કોક ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલા જ સંન્યાસ લઈ ચૂક્યો છે. તેની વન-ડે ક્રિકેટમાંથી વિદાઇ દુઃખદ રહી કેમ કે તેમની ટીમને સેમીફાઇનલમાં વધુ એક હારનો સામનો કરવો પડ્યો. વર્લ્ડ કપમાં ચોકર્સના નામથી પ્રખ્યાત આ ટીમ પાસે ટેગ હટાવવાનો આ વખત સારો અવસર હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે તેને સેમીફાઇનલમાં હરાવી દીધી. આફ્રિકાને સેમીમાં 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો.


જતાં જતાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવી ગયો ડી કોક:

જતાં જતાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવી ગયો ડી કોક:

ક્વિન્ટન ડી કોકે પોતાના સંન્યાસ અગાઉ વર્લ્ડ કપમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો. તેણે આ વર્લ્ડ કપમાં રમેલી 10 મેચોમાં 3 સદીઓની મદદથી 594 રન બનાવ્યા. તે દક્ષિણ આફ્રિકા માટે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો. એ સિવાય તેણે વિકેટકીપિંગમાં પણ કમાલ કરી અને કુલ 20 શિકાર કર્યા. ડી કોક વન-ડે વર્લ્ડ કપમાં 500 કરતાં વધુ રન બનાવવા સાથે 20 શિકાર કરનારો દુનિયાનો પહેલો વિકેટકીપર બન્યો. વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ ડિસમિસલ કરવાનો રેકોર્ડ એડમ ગિલક્રિસ્ટના નામે છે, જેમણે વર્ષ 2003માં કુલ 21 શિકાર કર્યા હતા. ડી કોક પાસે આ વર્લ્ડ કપમાં ગિલક્રિસ્ટની બરાબરી કરવાનો સારો અવસર હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ઇનિંગના અંતમાં તેણે પેટ કમિન્સનો કેચ છોડી દીધો, જે મેચનો પણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.


ક્વિન્ટન ડી કોકનું વન-ડે ઇન્ટરનેશનલ કરિયર:

ક્વિન્ટન ડી કોકનું વન-ડે ઇન્ટરનેશનલ કરિયર:

ક્વિન્ટન ડી કોકે દક્ષિણ આફ્રિકા માટે રમેલી 155 મેચોમાં 45.74ની શાનદાર એવરેજ સાથે 6,770 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર 178 રનોનો રહ્યો. ડી કોકે પોતાના વન-ડે કરિયરમાં કુલ 51 વખત 50 રનનો આંકડો પાર કર્યો, જેમાં 21 સદી સામેલ છે. તે દક્ષિણ આફ્રિકાના સર્વકાલિન બેસ્ટ વિકેકિપરોમાંથી એક છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top