ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે મેઘરાજા, ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી…
હવામાન વિભાગની આગાહી અનુસારે આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, પાટણ, મહેસાણા, આણંદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. મહીસાગર,દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ, મોરબી અને અમરેલીમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp