રાજ કુન્દ્રા કેસનો રેલો સુરત આવવાની સંભાવના: આ શખ્સ પણ અગાઉ આ કૌભાંડમાં ઝડપાય ચુક્યો છે

રાજ કુન્દ્રા કેસનો રેલો સુરત આવવાની સંભાવના: આ શખ્સ પણ અગાઉ આ કૌભાંડમાં ઝડપાય ચુક્યો છે

07/22/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજ કુન્દ્રા કેસનો રેલો સુરત આવવાની સંભાવના: આ શખ્સ પણ અગાઉ આ કૌભાંડમાં ઝડપાય ચુક્યો છે

સુરત: બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની (Raj Kundra) પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને પબ્લિશ કરવા મામલે સોમવારે રાત્રે ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે અનેક ખુલાસા થતા રહ્યા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે આ કેસની તપાસ સુરત સુધી પણ આવી શકે છે.

મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા થોડા મહિના પહેલા જ સુરતમાંથી (Surat) તન્વીર નામના શખ્સને પણ પોર્ન ફિલ્મ મેકિંગના કેસમાં પકડી લેવામાં આવ્યો હતો. ત્યારે ફરી રાજ કુંદ્રાના આ કેસમાં તન્વીરના રોલની પણ તપાસ થાય તેવી શક્યતા છે. ઓછા ખર્ચે બનતી પોર્ન ફિલ્મોનો કરોડોનો બિઝનેસ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈ સહિતની મેટ્રો સિટી પોર્ન ફિલ્મ મેકિંગ માટેનું હબ બની રહ્યું છે. પોર્ન ફિલ્મોની મેકિંગમાં જ્યારે નામચીન વ્યક્તિઓ પડતા હોય ત્યારે તેમાંથી થકી કમાણીનો અંદાજ લગાવી શકાય છે. સુરતમાંથી પકડાયેલો તન્વીર એક પોર્ન ફિલ્મ 12 થી 15 લાખના ખર્ચે બનાવી તેમાંથી 50 લાખથી વધારે કમાણી કરતો હતો.

રાજ કુંદ્રા પણ રોજના લાખો રૂપિયા કમાતો હોવાનો ખુલાસો થઇ ચુક્યો છે. સ્ટ્રગલર યુવક યુવતીઓ પાસેથી સીનની ડિમાન્ડ ઉભી કરાવી આ પ્રકારની ફિલ્મો મુકી તેના માધ્યમથી મહિને કરોડોની કમાણી કરતા હતા. રાજ કુંદ્રા દ્વારા મોટા પાયે પોર્ન ફિલ્મો બનાવી તેને મોબાઈલ એપ્લિકેશન દ્વારા તથા ઓટીટી પર મુકવામાં આવતી હતી.

પોર્ન ફિલ્મ મેકિંગમાં સૌથી પહેલા સુરતમાંથી તન્વીર કપડાયો હતો. જેથી તન્વીરના રાજ કુંદ્રા સાથે કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરનેટના વિકાસ અને આધુનિક તકનીકીના વિકાસ પછી, આઇટી એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. જેથી આજના સમયમાં આવા કેસોમાં દોષી ઠરેલી વ્યક્તિને કડકથી કડક સજા થઈ શકે.

આવા કેસોમાં આરોપી સામે આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ વારંવાર કેસ નોંધાય છે. જો કોર્ટ આરોપીને દોષી ઠેરવે છે, તો તેને ઘણા વર્ષો જેલમાં પસાર કરવા પડી શકે છે. પોર્નોગ્રાફી અને અશ્લીલ સામગ્રીને લગતા આપણા બંધારણ પાસે ખૂબ જ કડક કાયદા છે. આવા કેસોમાં આઈટી એક્ટની સાથે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની ઘણી કલમો પણ ઉમેરાઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top