રાજીવ ખંડેલવાલે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધને લઇને આપી પ્રતિક્રિયા, બોલ્યો- ‘આ પોલિટિશિયન..’

રાજીવ ખંડેલવાલે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધને લઇને આપી પ્રતિક્રિયા, બોલ્યો- ‘આ પોલિટિશિયન..’

07/29/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

રાજીવ ખંડેલવાલે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધને લઇને આપી પ્રતિક્રિયા, બોલ્યો- ‘આ પોલિટિશિયન..’

એક્ટર રાજીવ ખંડેલવાલ એક સમયે ટી.વી.ના સૌથી પોપ્યુલર એક્ટર્સમાંથી એક હતો. તેણે ટી.વી. છોડીને ફિલ્મોમાં કામ કરવાનો માર્ગ પસંદ કર્યો અને પહેલી ફિલ્મથી જ તેના પરફોર્મન્સની ચર્ચાઓ થવા લાગી. તેણે ટી.વી.થી લઇને ફિલ્મો સુધી ઘણા અલગ અલગ રોલ નિભાવ્યા. આજકાલ રાજીવ ડિઝ્ની પ્લસ હોટસ્ટારના શૉ ‘શૉટાઇમ’માં ઇમરાન હાશમી અને શ્રેયા સરન સાથે નજરે પડે છે. હવે રાજીવે ભારતમાં પાકિસ્તાની આર્ટિસ્ટના કામ કરવા પર લાગેલા પ્રતિબંધને લઇને વાત કરી છે.


લોકોને બેન કરનાર કોણ હોય છે પોલિટિશિયન?

લોકોને બેન કરનાર કોણ હોય છે પોલિટિશિયન?

રાજીવ ખંડેલવાલે કહ્યું કે, પાકિસ્તાની સરકાર પોતાના આર્ટિસ્ટને અહી એજન્ટ બનાવીને થોડી મોકલે છે. પાકિસ્તાની આર્ટિસ્ટને લઇને વાત કરતાં તે કહે છે નહીં, નહીં આ આ બધી રાજનીતિ છે. ખૂબ ખોટું છે. લોકોને બેન કરનાર કોણ હોય છે પોલિટિશિયન? આપણી પોલિટિક્સ કેટલીક વસ્તુઓને ડિક્ટેટ કરી રહી છે. રાજનીતિના કારણે લોકોમાં જ્યાં પ્રેમ વધી શકે છે, તેને વધવા દેવામાં આવી રહ્યું નથી. મારી કમેન્ટ કરવી પણ ખોટી હશે કેમ કે મને સમજ પડતી નથી કે કેમ?


આપણે તો શાંતિની વાત કરીએ છીએ ને!

આપણે તો શાંતિની વાત કરીએ છીએ ને!

તેણે વધુમાં કહ્યું કે, આપણે શાંતિની વાત કરીએ છીએ ને? તો જ્યાં શાંતિ બની રહે છે ત્યાં પણ પોલિટિકલ પાર્ટીના લોકો આવીને તેમાં હિન્દુ-મુસ્લિમ એંગલ આપી દે છે. એવું થોડું છે કે પાકિસ્તાનની સરકાર તેમને એજન્ટની જેમ મોકલી રહી છે. મેં તો ખૂબ પ્રેમ મળતો જોયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં ઉરીમાં ભારતીય જવાનો પર થયેલા હુમલા બાદ ભારતના અલગ અલગ આર્ટિસ્ટ અને ફિલ્મ સંગઠનોને પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવા પર પ્રતિબંધ લલગાવી દીધો હતો.


કેવું છે તેનું બોલિવુડ કરિયર

કેવું છે તેનું બોલિવુડ કરિયર

રાજીવન કરિયરની વાત કરીએ તો તેણે ‘કહી તો હોગા’ અને ‘સચ કા સામના’ જેવા પોપ્યુલર શૉમાં કામ કર્યું છે. તેણે વર્ષ 2008માં આવેલી ફિલ્મ ‘આમીર’થી બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ ફિલ્મમાં ખૂબ જ ઇન્ટેન્સ રોલ નિભાવવવા માટે તેના ખૂબ વખાણ થયા. ત્યારબાદ તેણે ‘શૈતાન’ (2011) અને ‘ટેબલ નંબર 21’ (2013) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજીવનો OTT શૉ ‘શૉ ટાઇમ’ હાલમાં જ બીજા સીઝન માટે રિન્યૂ કરવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top