હરિયાણામાં ભાજપે 8 નેતાઓને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, પૂર્વ મંત્રી સામે પણ લાલ આંખ
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે ભાજપે 8 નેતાઓની હાકલપટ્ટી કરી છે. જેમાં પૂર્વ મંત્રી રણજીત ચૌટાલા અને પૂર્વ ધારાસભ્ય દેવેન્દ્ર કાદયાનનું પણ નામ સામેલ છે. આ બધા નેતાઓ સામે પાર્ટીમાંથી બળવો કરીને ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડવાની અનુશાસનહિનતા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. 8 બળવાખોર નેતાઓ પર કાર્યવાહી બાબતે જાણકારી આપતા હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહનલાલ બડોલીએ કહ્યું હતું કે અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પાર્ટીના કાર્યકર્તાઓને તત્કાલીન પ્રભાવથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં લાડવાથી સંદીપ ગર્ગ, અસંધથી જિલેરામ શર્મા, ગન્નૌરથી દેવેન્દ્ર કાદયાન, સફીદોથી બચ્ચન સિંહ આર્ય, રાનિયાથી રણજીત ચૌટાલા, મહમથી રાધા અહલાવત, ગુરુગ્રામથી નવીન ગોયલ અને હથીનથી કહરસિંહ રાવતનું નામ સામેલ છે. મુખ્યમંત્રી નાયબ સૈનીના મંત્રીમંડળમાં રહી ચૂકેલા રણજીત સિંહ ચૌટાલાની ભાજપે ટિકિટ કાપી દીધી હતી. ત્યારબાદ તેમણે રનિયાથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને RSSના સર્વે રિપોર્ટમાં રણજીત ચૌટાલાનો રિપોર્ટ સારો આવ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે હરિયાણાની 90 વિધાનસભા સીટો પર 5 ઓક્ટોબરે એક ચરણમાં મતદાન થવાનું છે અને 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp