Video: અશ્વિને હિન્દી ભાષાને લઇને એવી શું ટિપ્પણી કરી દીધી કે હોબાળો મચી ગયો

Video: અશ્વિને હિન્દી ભાષાને લઇને એવી શું ટિપ્પણી કરી દીધી કે હોબાળો મચી ગયો

01/10/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: અશ્વિને હિન્દી ભાષાને લઇને એવી શું ટિપ્પણી કરી દીધી કે હોબાળો મચી ગયો

Ravichandran Ashwin on Hindi: ભારતીય ક્રિકેટર પૂર્વ રવિચંદ્રન અશ્વિને થોડા દિવસો અગાઉ જ પોતાની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી દીધી હતી. કૉલેજના એક કાર્યક્રમમાં 'હિન્દી ભાષા' પર કરેલી તેની ટિપ્પણી એક મોટા વિવાદનું કારણ બની જતા અશ્વિન ફરી એકવાર લાઇમલાઇટમાં આવી ગયો છે. સ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધતા તેણે કહ્યું હતું કે હિન્દી ભારતની રાષ્ટ્રીય ભાષા નહીં, પરંતુ તે દેશની એક સત્તાવાર ભાષા જરૂર છે.

અશ્વિને એક ખાનગી કૉલેજના કાર્યક્રમમાં ભાષાઓના સંદર્ભમાં વાત કરી હતી. જ્યારે તેણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે શું કોઈ હિન્દીમાં સવાલ પૂછવા માગતું નથી, ત્યારે દરેકની પ્રતિક્રિયા ખૂબ જ ચોંકાવનારી હતી. અશ્વિને કહ્યું કે, 'મારું માનવું છે કે મારે આ કહી દેવું જોઇએ. હિન્દી દેશની રાષ્ટ્રીય ભાષા નહીં, પરંતુ ફક્ત એક સત્તાવાર ભાષા છે.' દક્ષિણ ભારતમાં હિન્દી ભાષા લાંબા સમયથી એક મોટો મુદ્દો રહ્યો છે, પરંતુ એ સાચું છે કે તે ભારતની રાષ્ટ્ર ભાષા નથી.


ભારતીય ટીમની કેપ્ટન્શીપ પર રવિચંદ્રન અશ્વિને શું કહ્યું?

ભારતીય ટીમની કેપ્ટન્શીપ પર રવિચંદ્રન અશ્વિને શું કહ્યું?

રવિચંદ્રન અશ્વિન ઘણા વર્ષો સુધી ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓમાંથી એક રહ્યો, પરંતુ તેણે ક્યારેય કેપ્ટન તરીકેની જવાબદારી લીધી નહીં. આ વિષય પર તેણે કહ્યું કે, જ્યારે કોઈ મને કહે છે કે હું કોઈ કાર્ય કરી શકતો નથી, ત્યારે હું મારું આખું હૃદય તેને પ્રાપ્ત કરવામાં લગાવી દઉં છું. પરંતુ જ્યારે કોઈ કહે છે કે હું કોઈ કાર્ય કરી શકું છું, ત્યારે તેમાં મારો રસ ઓછો થઈ જાય છે. તે જાય છે.

અશ્વિને બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની વચ્ચે જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તે છેલ્લે એડિલેડમાં પિંક બોલ ટેસ્ટમાં રમતો જોવા મળ્યો હતો. જ્યારે બ્રિસ્બેન ટેસ્ટ વરસાદને કારણે ડ્રો રહી ત્યારે અશ્વિને અચાનક પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top