5200mAhની બેટરીવાળો ફોન એક નવા વેરિયન્ટમાં થયો લોન્ચ, 2 સપ્ટેમ્બરથી શરૂ થશે વેચાણ

5200mAhની બેટરીવાળો ફોન એક નવા વેરિયન્ટમાં થયો લોન્ચ, 2 સપ્ટેમ્બરથી શરૂ થશે વેચાણ

08/31/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

5200mAhની બેટરીવાળો ફોન એક નવા વેરિયન્ટમાં થયો લોન્ચ, 2 સપ્ટેમ્બરથી શરૂ થશે વેચાણ

જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી ખાસ તમારા માટે છે. Realme એ તેના ગ્રાહકો માટે Sony LYT-600 Periscope OIS કેમેરા સાથે Realme 13 Pro+ 5G નવા કલરમાં રજૂ કર્યો છે. આ ફોનને Monet Gold અને Emerald Green સિવાય કંપનીએ હવે Monet Purple કલરમાં રજૂ કર્યો છે. આ ફોનનું પહેલું વેચાણ 2જી સપ્ટેમ્બરે લાઈવ થઈ રહ્યું છે. આ ફોનને 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તક છે. ચાલો આપણે Realme ફોનના આ નવા વેરિયન્ટની કિંમત અને સ્પેક્સ સંબંધિત વિગતો જાણીએ.


Realme 13 Pro+ 5G નું પ્રથમ વેચાણ

Realme 13 Pro+ 5G નું પ્રથમ વેચાણ

પ્રોસેસર- Realme 13 Pro+ 5Gને કંપની Octa-core Snapdragon 7s Gen 2 4nm પ્રોસેસ સાથે લાવે છે. ફોનમાં 6.7-ઇંચ OLED, 2412x1080 પિક્સલ FHD+ ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ અને 2000nits સુધીની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. RAM અને સ્ટોરેજની વાત કરીએ તો Realme 13 Pro+ 5Gને 8GB/12GB RAM, 256GB/512GB ROM સાથે લાવે છે. ફોનને 3 વેરિયન્ટમાં ખરીદી શકાય છે.

ફોન 50MP Sony LYT-600 periscope કેમેરા, 50MP Sony LYT-701 OIS કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 32MP સોની સેલ્ફી કેમેરા સાથે આવે છે. તેમાં 5200mAhની બેટરી અને 80W SUPERVOOC ચાર્જર ફીચર સાથે લાવવામાં આવ્યો છે.


Realme 13 Pro+ 5G ની કિંમત

Realme 13 Pro+ 5G ની કિંમત

8GB + 256GB વેરિયન્ટની કિંમત 32,999 રૂપિયા છે.

12GB + 256GB વેરિયન્ટની કિંમત 34,999 રૂપિયા છે.

12GB + 512GB વેરિયન્ટની કિંમત 36,999 રૂપિયા છે.

કંપની ફોન પર 3000 રૂપિયાની બેંક ઓફર આપી રહી છે. ડિસ્કાઉન્ટ પછી તમે Realme 13 Pro+ 5Gનો  29,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી શકશો.


Realme 13 Pro 5G સીરિઝનું પ્રથમ વેચાણ

Realme 13 Pro 5G સીરિઝનું પ્રથમ વેચાણ

Realme 13 Pro 5G સીરિઝનું પ્રથમ વેચાણ 2 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે લાઇવ થશે. ફોનને ખરીદી Realmeની સત્તાવાર વેબસાઇટ અને Flipkart પરથી શકાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top