મથુરા-કાશી પર RSSનું મોટું નિવેદન, દત્તાત્રેય હોસબલે બોલ્યા- ‘કાર્યકર્તા ઇચ્છે તો..’

મથુરા-કાશી પર RSSનું મોટું નિવેદન, દત્તાત્રેય હોસબલે બોલ્યા- ‘કાર્યકર્તા ઇચ્છે તો..’

04/01/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

મથુરા-કાશી પર RSSનું મોટું નિવેદન, દત્તાત્રેય હોસબલે બોલ્યા- ‘કાર્યકર્તા ઇચ્છે તો..’

RSS general secretary on Kashi-Mathura campaigns: RSS સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ કહ્યું કે, મથુરા અને કાશીને લઈને સંઘની કોઈ યોજના નથી. પરંતુ જો કાર્યકર્તા ઈચ્છે તો તેઓ આંદોલન કરી શકે છે. સંગઠન આવા કાર્યકર્તાને નહીં રોકે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ સ્પષ્ટ કર્યું કે, જો સંગઠનના સભ્યો મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી વિવાદથી સંબંધિત પ્રયાસોમાં ભાગ લે છે, તો સંગઠનને કોઈ આપત્તિ નહીં હોય.


કન્નડ મેગેઝિન સાથે વાતચીત કરતા હોસબલેએ શું કહ્યું?

કન્નડ મેગેઝિન સાથે વાતચીત કરતા હોસબલેએ શું કહ્યું?

જો કે, તેમણે તમામ મસ્જિદોને નિશાન બનાવીને મોટા પાયે પ્રયત્નો સામે ચેતવણી આપી અને સામાજિક વિખવાદ ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એક કન્નડ મેગેઝિન સાથે વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, સંઘના કામથી પ્રેરિત થઈને ઘણા લોકો ખંડેરો અને મસ્જિદો નીચે  મંદિર શોધી રહ્યા છે અને આ કેસોને એ રીતે ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે રીતે રામ જન્મભૂમિ કેસનો ઉકેલ આવ્યો હતો. શું સંઘ આવા પ્રયત્નોનું સમર્થન કરે છે? શું તે તટસ્થ રહેશે? અથવા તેમનો વિરોધ કરશે?

તેના જવાબમાં તેમણે કહ્યું કે, તેને છેલ્લા 50 વર્ષના સંદર્ભમાં જોવું જોઈએ. રામ જન્મભૂમિ આંદોલન સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યું નહોતું. ઘણા સાધુ-સંતો અને મઠાધીશોએ બેઠક કરી, ચર્ચા કરી અને રામજન્મભૂમિ પર ફરીથી દાવો કરવાનો નિર્ણય લીધો. તેમણે સંઘ પાસે સમર્થન માગ્યું અને અમે સહમત થયા કે સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી, રામજન્મભૂમિને ફરી મેળવવી અને મંદિર બનાવવું જરૂરી હતું. એ સમયે વિશ્વ હિંદુ પરિષદ અને ધર્મ ગુરુઓએ 3 મંદિરો બાબતે વાત કરી હતી. જો સંઘના કેટલાક સ્વયંસેવક આ 3 મંદિરોને સંબંધિત પ્રયાસોમાં સામેલ છે, તો સંઘ તેમને રોકી રહ્યું નથી.


સમાજ સામે ધર્માંતરણ, ગૌહત્યા, લવ-જિહાદ જેવી ઘણી સમસ્યા

સમાજ સામે ધર્માંતરણ, ગૌહત્યા, લવ-જિહાદ જેવી ઘણી સમસ્યા

હોસબલેએ વધુમાં કહ્યું કે, જો આપણે બાકીની બધી મસ્જિદો અને સ્ટ્રક્ચર્સની વાત કરીએ તો, શું આપણે 30,000 મસ્જિદો ખોદવાનું શરૂ કરી દેવું જોઇએ અને ઈતિહાસને પલટાવવાનો પ્રયાસ કરવો જોઇએ? શું તેનાથી સમાજમાં વધુ શત્રુતા અને આક્રોષ પેદા નહીં થાય? આપણે સમાજ તરીકે આગળ વધવું જોઈએ કે, ભૂતકાળમાં અટવાયેલા રહેવું જોઈએ? આપણે ઇતિહાસમાં કેટલા આગળ વધી ગયા છીએ? જો આપણે આમ કરતા રહીશું, તો આપણે અન્ય મહત્ત્વપૂર્ણ સામાજિક પરિવર્તનો પર ક્યારે ધ્યાન આપીશું? આજે સમાજ સામે ધર્માંતરણ, ગૌહત્યા, લવ જિહાદ વગેરે જેવી બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. સંઘે ક્યારેય કહ્યું નથી કે આ મુદ્દાઓને નજરઅંદાજ કરવામાં આવે અથવા તેના પર કામ ન કરવું જોઈએ.

ભાજપના સાંસદ રવિશકિશને આ અંગે કહ્યું કે, જો સંઘ પોતાના લોકોને મથુરા અને કાશી મોકલવાનું વિચારી રહ્યું છે તો તે સારી વાત છે. સંઘ હંમેશાં સનાતન માટે વિચારે છે, તે ભવિષ્યમાં પણ આમ કરતું રહેશે. સંઘ અને મુસ્લિમોની વાત થશે તો સારું થશે.


કોંગ્રેસે આપી તીખી પ્રતિક્રિયા

કોંગ્રેસે આપી તીખી પ્રતિક્રિયા

સર કાર્યવાહ દત્તાત્રેય હોસબલેના નિવેદન પર કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કહ્યું છે કે, તેઓ તો રામ મંદિર બાદ 400 સીટો લાવવાના હતા. કેટલી આવી? માત્ર 240. આવું જ થશે, જ્યારે તેઓ વારંવાર મંદિર અને મસ્જિદ કરશે. ભાજપ અને RSS માત્ર દેશના ભાગલા પાડવા માગે છે.

તો નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, જ્યારે મથુરા અને કાશી વિવાદિત છે, ત્યારે શું ભાજપ અને સંઘને કાયદા પર વિશ્વાસ નથી? કોર્ટનો આદેશ આવવા દો. આવા વિવાદાસ્પદ નિવેદનોથી આ લોકો દેશના ભાગલા કેમ કરવા માગે છે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top