વ્લાદિમીર પુતિન વર્ષ 2025માં ભારતીયોને આપશે આ મોટી ભેટ
Russia likely to begin visa-free travel for Indians from 2025: ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતા વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે અને ભારતીયોને મોટી ભેટ આપી રહ્યું છે. વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, રશિયાના નવા વિઝા નિયમો લાગૂ થયા બાદ ભારતીયો વિઝા વિના રશિયા જઈ શકશે. જૂનની શરૂઆતમાં, અહેવાલો સામે આવ્યા હતા કે રશિયા અને ભારતે એક-બીજા માટે વિઝા પ્રતિબંધોને હળવા કરવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીયો ઑગસ્ટ 2023થી રશિયા જવા માટે ઈ-વિઝા માટે પાત્ર છે. જોકે, ઈ-વિઝા જાહેર કરવામાં લગભગ 4 દિવસ લાગે છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગયા વર્ષે ઈ-વિઝાની સંખ્યાના સંદર્ભમાં ભારતે પણ ટોચના 5 દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રશિયાએ ભારતીય પ્રવાસીઓને 9,500 ઈ-વિઝા આપ્યા છે. મોટાભાગે ભારતીયો વેપાર કે પ્રવાસ માટે રશિયા જાય છે. વર્ષ 2023માં 60,000થી વધુ ભારતીયોએ મૉસ્કોની મુલાકાત લીધી હતી, જે વર્ષ 2022 કરતા 26 ટકા વધુ છે. CIS સિવાયના દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે જ્યાંથી મોટાભાગના લોકો રશિયામાં પ્રવાસ કરે છે. વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 1,700 ઈ-વિઝા જાહેર કરવામાં આવ્યા હતા.
રશિયા હાલમાં તેના વિઝા-મુક્ત પ્રવાસી વિનિમય કાર્યક્રમ દ્વારા ચીન અને ઈરાનના પ્રવાસીઓને વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. હવે રશિયા પણ ભારત સાથે વિઝા ફ્રી ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp