સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર..! રામોજી ફિલ્મ સિટીના ફાઉન્ડરનું નિધન..’ 87 વર્ષની વયે લીધા

સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર..! રામોજી ફિલ્મ સિટીના ફાઉન્ડરનું નિધન..’ 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

06/08/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર..! રામોજી ફિલ્મ સિટીના ફાઉન્ડરનું નિધન..’ 87 વર્ષની વયે લીધા

Ramoji Rao Passes Away : સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે હૈદરાબાદ, તેલંગાણામાં અવસાન થયું. હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન રામોજી રાવનું મોત થયું હતું. તેમણે સવારે 3.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.


હાઈ બ્લડ પ્રેશર અને..

હાઈ બ્લડ પ્રેશર અને..

રામોજી રાવ હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ ફૂલવાની સમસ્યા બાદ 5 જૂનનાં રોજ હૈદરાબાદનાં નાનાકરામગુડાની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ર્ડાક્ટરોએ રામોજીને બચાવવાની ખૂબ જ કોશિષ કરી હતી તેમજ તેઓનાં હાર્ટમાં સ્ટેટ પણ લગાવવામાં આવ્યું હતું. તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતું તેમની હાલત બગડતી જ ગઈ હતી. આજે સવારે તેઓ માટે આ દુનિયાને અલવિદા કહી દીધી. તમને જણાવી દઈએ કે રામોજીએ ઘણા સમય પહેલા આંતરડાનાં કેન્સનું સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. રામોજી રાવ લાંબા સમયથી જૂની બીમારી તેમજ ઉંમર સબંધીત સ્વાસ્થ્યની સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા હતા.રામોજી રાવ કોણ હતા?

રામોજી રાવ કોણ હતા?

રામોજીએ સાધારણ શરૂઆત થી ખૂબ જ મોટી સફળતા સુધી સફર ખૂબ જ પ્રેરણાદાયી છે. 16 નવેમ્બર 1936 નાં રોજ આંધ્ર પ્રદેશનાં કૃષ્ણા જીલ્લાનાં પેડાપારૂપુડી ગામમાં એક કિસાન પરિવારમાં રામોજી રાવનો જન્મ થયો હતો. તેમણે દુનિયાનો સૌથી મોટો થીમ પાર્ક અને ફિલ્મ સ્ટૂડિયો, રામોજી ફિલ્મ સીટી બનાવી હતી. જે બાદ બિઝનેસ એમ્પાયરમાં માર્ગાદારસી ચિટ ફંડ, ઈનાડું ન્યૂઝ પેપર, ઈટીવી નેટવર્ક, રામાદેવી પબ્લિક સ્ટૂલ, પ્રિયા ફ્રૂડ્સ, કલંજલિ, ઉષાકિરણ મૂવીઝ, મયૂરી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડોલ્ફિન ગ્રુપ ઓફ હોટલ્સનો સમાવેશ થાય છે.ક્લાસિક્સ સહિતની ફિલ્મ બનાવી હતી

રામોજી રાવે તેલુગુ રાજનીતિ પર મહત્વપૂર્ણ પ્રભાવ પાડ્યો હતો. કેટલાક રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ સાથે તેમને ખૂબ જ સારા સબંધ હતા. જેઓ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમની સલાહ લેતા હતા. પત્રકારિત્વ, સાહિત્ય, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને શિક્ષામાં તેમનું ખૂબ જ યોગદાન રહ્યું છે. ભારત સરકારે તેમને 2016 માં દેશનાં બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર, પદ્મ વિભૂષણથી સમ્માનિત કર્યા હતા.રામોજી રાવે 1984 ની સુપરહીટ ફિલ્મ રોમેટિંક ડ્રામામાં શ્રીવારિકી પ્રેમલેખા સાથે ફિલ્મ નિર્માણમાં પોતાનું પગરવ માંડ્યા હતા. અને મયૂરી, પ્રતિધાતન, મૌના પોરતમ, મનસુ મમતા, ચિત્રમ અને ન્વ્વે કવલી સહિત કેટલાક ક્લાસિક્સ સહિતની ફિલ્મ બનાવી હતી. તેમણે છેલ્લી ફિલ્મ દગુદુમુથા દંડકોર હતી. જે 2015 માં રીલીઝ થઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top