અભિનેતા સલમાન ખાનને સાપ કરડ્યો, 6 કલાક ચાલી સારવાર

અભિનેતા સલમાન ખાનને સાપ કરડ્યો, 6 કલાક ચાલી સારવાર

12/26/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

અભિનેતા સલમાન ખાનને સાપ કરડ્યો, 6 કલાક ચાલી સારવાર

મુંબઈ: બોલિવુડ અભિનેતા સલમાન ખાનને (Salman Khan) માથે નવી આફત આવી પડી છે. ગઈકાલે રાત્રે તેને સાપ કરડ્યો હતો. ત્યારબાદ સલમાનને મોડી રાત્રે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જોકે, હાલ તેની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. 

આ ઘટના સલમાનના પનવેલ ખાતેના ફાર્મ હાઉસ (Panvel Farm house) ખાતે બની હતી. રિપોર્ટ્સ અનુસાર, તે મિત્રો સાથે જન્મદિવસ મનાવી રહ્યો હતો. વાતચીત દરમિયાન તેને અચાનક લાગ્યું કે હાથમાં કંઇક સોય જેવું લાગ્યું છે. ત્યારબાદ આસપાસ નજર ઘુમાવતા સાપ દેખાઈ ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક તેને રાત્રે ત્રણ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

મુંબઈની MGM હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. 6 થી 7 કલાકની સારવાર લીધા બાદ તેને રજા આપવામાં આવી હતી. નોંધવું જોઈએ કે આવતીકાલે સલમાનનો જન્મદિવસ પણ છે. તે 56 વર્ષનો થશે. 

સલમાન ખાનનું ફાર્મ હાઉસ ઘણું મોટું છે અને જંગલ વિસ્તારમાં બનાવવામાં આવેલું છે. અગાઉ પણ અહીં સાપ અને અજગર વગેરે જોવા મળ્યા હતા. જોકે, સલમાન કે તેના પરિવારમાંથી કોઈ સાપના ડંખનો શિકાર બન્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. 

સલમાન ખાન અવારનવાર રજાઓ માણવા માટે કે જન્મદિવસ કે અન્ય ઉજવણી કરવા માટે પનવેલ ખાતેના પોતાના ફાર્મ હાઉસ ખાતે જાય છે. જ્યાંથી ઘણીવાર તે પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરતો રહે છે. 

સલમાન ખાન હાલમાં જ ફિલ્મ અંતિમમાં દેખાયો હતો. ઉપરાંત રિયાલીટી શો ‘બિગ બોસ’ની 15 મી સિઝન પણ તે હોસ્ટ કરે છે. હવે પછી તે ટાઈગર-3 નું શૂટિંગ શરૂ કરશે. આ ઉપરાંત કિક-2 નું એલાન પણ થઇ ચુક્યું છે તેમજ બજરંગી ભાઈજાનની સિક્વલમાં પણ સલમાન ખાન કામ કરશે. 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top