સૌરાષ્ટ્રનો બહુચર્ચિત રાજકીય-સામાજિક મુદ્દો : અપહરણ કેસમાં ગોંડલના ગણેશ જાડેજાની મુશ્કેલીઓ વધશે

સૌરાષ્ટ્રનો બહુચર્ચિત રાજકીય-સામાજિક મુદ્દો : અપહરણ કેસમાં ગોંડલના ગણેશ જાડેજાની મુશ્કેલીઓ વધશે.

07/10/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સૌરાષ્ટ્રનો બહુચર્ચિત રાજકીય-સામાજિક મુદ્દો : અપહરણ કેસમાં ગોંડલના ગણેશ જાડેજાની મુશ્કેલીઓ વધશે

અનુ.જાતિ સમાજનું મોટી મોણપરીમાં સંમેલન યોજાયુ. જેમાં આ મુદ્દાઓ કેન્દ્રસ્થ બન્યા.

* 15મી ઓગસ્ટે ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી

* જયરાજસિંહની ધરપકડ તથા ગીતાબા જાડેજાના રાજીનામાની માંગણી


ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ક્ષત્રિય આંદોલન સમયે પણ જયરાજસિંહ જાડેજા તેમના નિવેદનને લઇ ભારે ચર્ચામાં હતા. હવે તેમનો પુત્ર ગણેશ જાડેજાને લઈ ચર્ચા શરૂ થઇ છે. જુનાગઢમાં ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં અનુ જાતિ સમાજનું મોટી મોણપરીમાં સંમેલન યોજાયુ છે. તેમાં 15મી ઓગસ્ટે ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી, ગવર્નર અને કમલમમાં આવેદનપત્ર અપાશે.


સંજય સોલંકીને માર મારવાના કેસમાં ગણેશ જાડેજા અત્યારે જેલમાં

સંજય સોલંકીને માર મારવાના કેસમાં ગણેશ જાડેજા અત્યારે જેલમાં

જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને માર મારવાના કેસમાં ગણેશ જાડેજા અત્યારે જેલમાં છે. છેલ્લા કેટલાક સમયથી વિવાદ મામલે ચર્ચાઓ થઇ છે. ગણેશ ગોંડલના જામીન અટકી ગયા છે. ત્યારે જૂનાગઢના મોટા મોણપરી ગામમાં દલિત સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર યશવંતરાવ આંબેડકર ઉપસ્થિત રહ્યા હતા. યશવંતરાવ આંબેડકર જૂનાગઢથી રેલી સ્વરૂપે મોટી મોણપરી ગામે પહોંચ્યા હતા જ્યાં તેઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ સંમેલનમાં સંજય સોલંકીના પિતા રજુ સોલંકી અને ડો.બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર યશવંતરાવ આંબેડકર પણ આ સંમેલનમાં પહોંચ્યા હતાં.


સંમેલનને સંબોધતા યશવંતરાવ આંબેડકરે કહ્યું કે, ગુજરાતમાં જે SC સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે, તે દેશમાં અન્ય કોઇ રાજ્યમાં નથી થતો. બીજી તરફ જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ ગણેશ જાડેજા સામેના કેસમાં ન્યાય ન મળે તો પરિવાર સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમજ જયરાજસિંહ જાડેજાની ધરપકડ તથા ગીતાબા જાડેજાના રાજીનામાની માગણી તથા ગણેશ જાડેજા સામે ગુજશીટોક હેઠળ ધરપકડની માગણી કરવામાં આવી છે.


બે લાખ બાઇક લઈ ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી

બે લાખ બાઇક લઈ ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી

બે લાખ બાઇક લઈ ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનામાં જુનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી, નિવસ્ત્ર કરીને મોબાઇલમાં વીડિયો ઉતારી મારી નાખવાની કોશિષ કરવાનો મામલો સમગ્ર રાજ્યમાં ચકચારી બન્યો છે. જેમાં જુનાગઢ અનુસુચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ આ તકે કહ્યું હતું કે, તેમની લડાઈ તેમના દીકરા પુરતી નથી, પરંતુ દલિત સમાજના દરેક દીકરા માટેની છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top