એરપોર્ટ પર નમાજ વાંચવા માટે અલગથી રૂમની માગ પર હાઇકોર્ટે જુઓ શું કહ્યું
ગુવાહાટી એરપોર્ટ પર નમાજ વાંચવા માટે અલગથી એક રૂમ બનાવવાની માગ હાઇકોર્ટે ફગાવી દીધી છે. એટલું જ નહીં તેને લઈને દાખલ જનહિતની અરજી પર આપત્તિ પણ દર્શાવી. ચીફ જસ્ટિસ સંદીપ મેહતા અને જસ્ટિસ સુષ્મિતા ખોંદે અરજીકર્તાને કહ્યું કે, જો નમાજ માટે અલગથી રૂમ નહીં હોય, તો સમાજને શું નુકસાન છે? એટલું જ નહીં જજોએ આ અરજીને લઈને કહ્યું કે, તેમાં જનહિત જેવું છે શું? બેન્ચે કહ્યું કે, પ્રાર્થના રૂમ નહીં બનાવવામાં આવે તો કયા મૂળ અધિકારનું ઉલ્લંઘન થઈ જશે?
ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કહ્યું કે આ કેસમાં મૂળ અધિકારનો શું મામલો છે? આપણો દેશ સેક્યૂલર છે. પછી કોઈ એક સમુદાયની પ્રાર્થના માટે અલગથી વ્યવસ્થા કેવી રીતે થઈ શકાય છે? જો આ પ્રકારે કોઈ રૂમ ન બનાવવામાં આવ્યો તો જનતાને શું નુકસાન થશે? આપણે એક જ સમુદાય વચ્ચે રહેતા નથી. ત્યાં પણ તેના માટે કેટલીક જગ્યા રહે છે. જો કોઇની ઈચ્છા પ્રાર્થના કરવાની છે તો તે ત્યાં જઈ શકે છે. તો અરજીકર્તાએ કહ્યું કે કેટલીક ફ્લાઇટ્સની ટાઈમિંગ એવી છે જ્યારે મુસ્લિમો માટે નમાજનો સમય હોય છે.
નમાજના સમયે ફાઇટ્સની ટાઈમિંગવાળા સવાલ પર પણ કોર્ટે સલાહ આપી. ચીફ જસ્ટિસે કહ્યું કે, એવું છે તો પછી તમારે પોતાની સુવિધા મુજબ ફ્લાઇટ લેવી જોઈએ. એ તમારી પસંદ છે. પાર્થના કરીને જ ફ્લાઇટ લો. તમને એરપોર્ટ પર સુવિધા પણ છે. અમે તમારી વાતથી સંતુષ્ટ નથી. આખરે કોઈ એક જ સમુદાય માટે આ પ્રકારની સુવિધાની માગ કેવી રીતે કરી શકાય છે? તેના પર અરજીકર્તાએ કહ્યું કે, દિલ્હી, તિરુઅનંતપુરમ અને આગરતલા એરપોર્ટ પર નમાજ માટે અલગ જગ્યા છે, પરંતુ ગુવાહાટીમાં એવું નથી.
તેના પર બેન્ચે કહ્યું કે, જો એવું નથી તો શું એ મૂળ અધિકારનું ઉલ્લંઘન છે. શું એ કોઈ નાગરિકનો અધિકાર છે કે તે નમાજ માટે અલગથી રૂમની માગ કરે. જો એવી માગ એરપોર્ટ પર થશે તો પછી કાલે અન્ય સાર્વજનિક સ્થળો માટે પણ એવી માગ ઉઠાવી શકાય છે. તમારી પાસે નમાજ અને પૂજા વગેરે માટે સ્થાળ છે. તમે ત્યાં જાવ અને પોતાની પ્રાર્થના કરો. અરજીકર્તાએ આ દરમિયાન કહ્યું કે, જો અલગથી જગ્યા નહીં બનાવી શકાય તો પછી કોઈ એક જગ્યા ચિહ્નિત કરી દેવી જોઈએ જ્યાં નમાજ વાંચી શકાય, જેમ સ્મોકિંગ એરિયા હોય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp